Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market : પાંચ દિવસના કડાકા બાદ માર્કેટમાં તેજી

Stock Market : ભારતીય શેરબજાર (Stock Marke)આજે તેજી સાથે બંધ થયું હતું.  ત્યારે સવારે પણ માર્કેટ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે ઓપન થયું હતું. સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં સારી એવી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 75 પોઈન્ટના વધારા સાથે 73,961...
stock market   પાંચ દિવસના કડાકા બાદ માર્કેટમાં તેજી

Stock Market : ભારતીય શેરબજાર (Stock Marke)આજે તેજી સાથે બંધ થયું હતું.  ત્યારે સવારે પણ માર્કેટ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે ઓપન થયું હતું. સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં સારી એવી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 75 પોઈન્ટના વધારા સાથે 73,961 પર બંધ રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 42 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 22,530ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર નિફ્ટીમાં ટોપ ગેઈનર હતા. આ ઉછાળો એક સારો સંકેત છે કારણ કે હવે જ્યારે સોમવારે બજાર ખુલશે ત્યારે એક્ઝિટ પોલના પરિણામોના આધારે તે વધવા કે ઘટવાનો માર્ગ અપનાવશે.

Advertisement

ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

અગાઉ ગઈકાલે એટલે કે 30મી મેના રોજ શેરબજાર(Stock Marke)માં ઘટાડો જોવા મળ્યો હતો. SEX 617 પોઈન્ટ ઘટીને 73,885 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 216 પોઈન્ટ તૂટ્યો હતો. 22,488ના સ્તરે બંધ રહ્યો હતો. મેટલ, આઈટી અને ફાર્મા શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલના શેરમાં 5.19%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ નિફ્ટીનો ટોપ લૂઝર હતો.

Advertisement

કેવું રહ્યું આજનું શેરબજાર

BSE સેન્સેક્સ 75.71 પોઈન્ટ અથવા 0.10 ટકાના વધારા સાથે 73,961 પર બંધ જોવા મળ્યો હતો. NSE નો નિફ્ટી 42.05 પોઈન્ટ અથવા 0.19 ટકાના વધારા સાથે 22,530 ના સ્તર પર બંધ થયો.

Advertisement

સાપ્તાહિક ધોરણે ચૂંટણીના પરિણામો પહેલાં નિફ્ટી આગળ વધે છે

વર્ષ 2014માં 2.45 ટકાનો વધારો
વર્ષ 2019માં 3.83 ટકાનો વધારો
વર્ષ 2024માં 407 પોઈન્ટનો ઘટાડો

આ  પણ  વાંચો - RBI: ચૂંટણી પરિણામ પહેલા ભારતના GDP ને લઈ મોટો સમાચાર

આ  પણ  વાંચો - Gold Market :સોના-ચાંદીમાં તેજી બાદ ધરખમ ઘટાડો,સામે આવ્યું આ કારણ

આ  પણ  વાંચો - SHARE MARKET : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથવાત, સેન્સેક્સ 617 પોઈન્ટ તૂટયો

Tags :
Advertisement

.