Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market : ઈરાન-ઈઝરાયેલના તણાવ વચ્ચે શેરબજારમાં મોટો કડાકો

Stock Market :વૈશ્વિક બજારોમાંથી (Global markets) મળી રહેલા ચિંતાજનક સંકેતોની અસર ભારતીય શેર બજાર (Share market) ની શરૂઆત પર જોવા મળી રહી છે અને બજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટી (Nifty) માં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ...
stock market   ઈરાન ઈઝરાયેલના તણાવ વચ્ચે શેરબજારમાં મોટો કડાકો

Stock Market :વૈશ્વિક બજારોમાંથી (Global markets) મળી રહેલા ચિંતાજનક સંકેતોની અસર ભારતીય શેર બજાર (Share market) ની શરૂઆત પર જોવા મળી રહી છે અને બજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટી (Nifty) માં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ (Sensex) માં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્પષ્ટપણે ઈરાન-ઈઝરાયેલ (Iran-Israel War) તણાવની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે અને બજારમાં FII સેન્ટિમેન્ટ નેગેટિવ છે.

Advertisement

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?

BSE SENSEX 929.74 પોઈન્ટ અથવા 1.25 ટકાના ઘટાડા સાથે 73,315 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 180.35 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 22,339 પર ટ્રેડિંગ ખોલ્યો.બીએસઈ સેન્સેક્સ રેડમાં છે અને 30માંથી માત્ર 3 શેરોમાં વધારો છે અને 27 શેરોમાં ઘટાડો છે. ટીસીએસ, નેસ્લે, એચસીએલ ટેકના શેર (Share) માં વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ નબળાઈ જોવા મળી રહી છે. NIFTY 50માંથી 46 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેરો જ માંડ તેજીની રેન્જમાં છે. હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ અને નેસ્લેના શેરો માત્ર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને અન્ય તમામ શેરોમાં નબળાઈનું લાલ નિશાન પ્રબળ છે.

Advertisement

1,979 શેરમાં મોટો ઘટાડો

આજે NSE પર 2,171 શેરનો વેપાર થયો હતો, જેમાંથી માત્ર 135 શેરમાં જ વધારો જોવા મળ્યો હતો. બાકીના 1,979 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 57 શેરમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. 33 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 16 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ છે. આ સિવાય 25 શેર અપર સર્કિટમાં અને 114 શેર લોઅર સર્કિટમાં અથડાયા છે.

Advertisement

નિફ્ટી નેક્સ્ટ -50 1400 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો

સેન્સેક્સ-નિફ્ટી સિવાય નિફ્ટી નેક્સ્ટ 50, મિડકેપ, સ્મોલ કેપ અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી આજે 550 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી નેક્સ્ટ -50 1400 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો છે. સેક્ટરની વાત કરીએ તો બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, પ્રાઇવેટ બેન્ક, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને કન્ઝ્યુમરમાં 1 થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી મોટો ઘટાડો મીડિયા સેક્ટરમાં 3.21 ટકા નોંધાયો છે.

આ  પણ  વાંચો - Market Crash :USના કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટયો

આ  પણ  વાંચો - Share Market : નવરાત્રિના પહેલા દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો,સેન્સેક્સ 75000 ને પાર

આ  પણ  વાંચો - 20 હજાર પગાર હોય તો પણ બનશો કરોડપતિ, અહીં રોકાણ કરો અને બનો માલામાલ

Tags :
Advertisement

.