SHARE MARKET : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથવાત, સેન્સેક્સ 617 પોઈન્ટ તૂટયો
SHARE MARKET : ભારતીય શેરબજારમાં (SHARE MARKET) ઘટાડાનો સિલસિલો યથાવત છે અને સતત પાંચમા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે.BSE સેન્સેક્સ 617.30 પોઈન્ટ અથવા 0.83 ટકાના ઘટાડા સાથે 73,885 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 216 પોઈન્ટ અથવા 0.95 ટકાના ઘટાડા સાથે 22,488 પર બંધ થયો હતો. આજના કારોબારમાં, બેંક અને મીડિયા શેર્સ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે.
આજે બજાર કયા સ્તરે બંધ થયું?
બજાર બંધ થવાના સમયે BSE સેન્સેક્સ 617.30 પોઈન્ટ અથવા 0.83 ટકાના ઘટાડા સાથે 73,885 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 216 પોઈન્ટ અથવા 0.95 ટકાના ઘટાડા સાથે 22,488 પર બંધ થયો હતો. મેટલ શેરોમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો અને આઇટી શેરો 2.19 ટકા ઘટીને બંધ થયા હતા. નિફ્ટીનો હેલ્થકેર ઇન્ડેક્સ 1.85 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 1.81 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
BSEની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 411.21 લાખ કરોડ થયું છે અને આ સપ્તાહમાં જ તે રૂ. 421 લાખ કરોડ જેટલું ઊંચું હતું. જો આ રીતે જોવામાં આવે તો એક અઠવાડિયાની અંદર તેમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. આજે બંધ થવાના સમયે, BSE પર 3917 શેરનો વેપાર થયો હતો, જેમાંથી 1213 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2597 શેર્સ ઘટાડા સાથે બંધ થયા હતા. 107 શેર કોઈ ફેરફાર વિના બુધવારના બંધ સમાન બંધ થયા. 218 શેર પર અપર સર્કિટ લાગી હતી જ્યારે 305 શેર લોઅર સર્કિટ સાથે બંધ થયા હતા.
7 શેરમાં ઉછાળા સાથે બંધ
BSE સેન્સેક્સમાં, 30 માંથી માત્ર 7 શેરો ઉછાળા સાથે બંધ થઈ શક્યા હતા જ્યારે 23 શેરો ઘટાડા સાથે બંધ થવાથી સંતોષ માનવો પડ્યો હતો. ICICI બેન્ક ટોપ ગેનર હતી અને 1.14 ટકા વધી હતી જ્યારે એક્સિસ બેન્ક 1 ટકા વધીને બંધ હતી. એચડીએફસી બેંક, એસબીઆઈ, એલએન્ડટી, કોટક મહિન્દ્રા બેંક અને ભારતી એરટેલના શેરમાં ટ્રેડિંગ લીલા નિશાનમાં બંધ થયું હતું.
ટાટા સ્ટીલમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો
ટાટા સ્ટીલ સેન્સેક્સમાં સૌથી વધુ 5.74 ટકા અને ટાઇટન પણ 3.17 ટકા તૂટ્યો હતો. ટેક મહિન્દ્રા 3.15 ટકા અને વિપ્રો 3.09 ટકા ઘટીને બંધ થયા છે. બજાજ ફિનસર્વ 2.91 ટકાના ઘટાડા સાથે અને બજાજ ફાઇનાન્સ 2.86 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
નિફ્ટીના માત્ર 10 શેરોમાં તેજી
ટ્રેડિંગ બંધ થવાના સમયે નિફ્ટીના 50માંથી માત્ર 10 શેરો જ ઉછાળા સાથે બંધ થઈ શક્યા હતા અને 40 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન પ્રબળ હતું. અહીં પણ ICIC બેન્ક ટોપ ગેઇનર હતી જ્યારે ટાટા સ્ટીલ ટોપ લુઝર હતી. NSEના 2697 શેરમાં ટ્રેડિંગ જોવા મળ્યું હતું જ્યારે 1896 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 703 શેરમાં ટ્રેડિંગ લાભ સાથે બંધ થયું અને 98 શેર યથાવત બંધ થયા.
આ પણ વાંચો - SHARE MARKET : શેરબજારમાં સતત ચોથા દિવસે કડાકો, રોકાણકારોના કરોડો ધોવાયા
આ પણ વાંચો - HDFC Bank : HDFC ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે આટલા ટ્રાજેક્શન પર નહી આવે SMS
આ પણ વાંચો - Economy : દેશમાં નવી સરકાર બનતા પહેલા જ અર્થતંત્ર માટે સારા સમાચાર