RBI Action: ગોલ્ડ પર નહીં મળે લોન, RBIએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી
RBI Action: RBI એ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા વધુ ધિરાણકર્તા પેઢી આઈઆઈએફએલ ફાઈનાન્સ પર કડક અંકુશ લાદયા છે. રિઝર્વ બેંકે આઈઆઈએફએલ ફાઈનાન્સ કંપનીને ગોલ્ડ લોન ( IIFL Finance To Gold Loan) આપવા મનાઇ ફરમાવી છે. ગોલ્ડ લોન વિતરણમાં ગડબડ લાગતા આઈઆઈએફએલ ફાઈનાન્સને નવી ગોલ્ડ લોન ન આપવા આદેશ કર્યો છે. મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે, ફાઈનાન્સ ફર્મના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં જોવા મળતી ‘મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓ’ને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
IIFL ફાઈનાન્સને ગોલ્ડ લોન ન આપવા આદેશ
આઈઆઈએફએલ ફાઈનાન્સને ગોલ્ડ લોન ન આપવા રિઝર્વ બેંક આદેશ કર્યો છે. આઈઆઈએફએલ ફાઈનાન્સ પર કડક અંકુશ લાદતા રિઝર્વ બેંકે કહ્યું કે, તેણે પાછલા વર્ષે માર્ચ સુધી આઈઆઈએફએલની નાણાંકીય સદ્ધરતાનું આંકલન કરવા હેતું નિરીક્ષણ કર્યું હતુ. તેને ફાઈનાન્સ ફર્મના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં કેટલીક ગંભીર ખામીઓ નજરે ચઢી છે. તેમાં લોન મંજૂરી, ડિફોલ્ટ બાદ હરાજીના સમયે સોનાની શુદ્ધતાની તપાસ અને વજન કરવાના નિયમનું ઉલ્લંઘન સામેલ છે.
RBI-Bars-IIFL-Finance-To-Gold-Loan
મધ્યસ્થ બેંકે ઉમેર્યું કે, આઈઆઈએફએલ જે રીતે સોનાની શુદ્ધતાની તપાસ અને તેનું વજન કરી રહ્યુ હતુ, તેમા નિયમનું ઉલ્લંઘન થતુ હતુ, તેનાથી ગ્રાહકના હિતનું રક્ષણ થતું ન હતું. તેનો અર્થ એ છે કે IIFL Financeના લોન ટુ વેલ્યૂ રેશિયોમાં ગેરરીતિ જોવા મળી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નોંધ્યું છે કે, IIFL ફાયનાન્સે માન્ય કેશ કલેક્શન વટાવી દીધું છે અને તેની ફી માળખામાં પારદર્શિતાનો અભાવ છે. છેલ્લા કેટલાક મહિનામાં કંપનીના સિનિયર મેનેજમેન્ટ અને ઓડિટર્સ સાથે ચાલી રહેલી ચર્ચાઓ છતાં, કોઈ નોંધપાત્ર સુધારાત્મક પગલાં જોવા મળ્યા નથી.
IIFL ફાઈનાન્સનું ઓડિટ કરાવશે RBI
RBI એ જણાવ્યુંકે, તે આઈઆઈએફ ફાઈનાન્સનું એક સ્પેશિયલ ઓડિટ કરાવશે. જો તેમા કંપનીની કામગીરીમાં કોઇ સુધારો દેખાય અને મધ્યસ્થ બેંકને સંતોષ થાય છે તો પ્રતિબંધો વિશે ફેર વિચારણા કરશે.
IIFL ફાઈનાન્સ શું બિઝનેસ કરે છે?
IIFL ફાઈનાન્સ દેશની અગ્રણી ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ આપનાર કંપની છે. આ ફર્મ ગોલ્ડ લોન, બિઝનેસ લોન અને પર્સનલ લોન જેવી નાણાંકીય સુવિધા આપે છે. આ કંપનીની શરૂઆત વર્ષ 1995માં નિર્મલ વર્માએ કરી હતી. તે અગાઉ આઈઆઈએફ હોલ્ડિંગ લિમિટેડના નામે ઓળખાતી હતી.
IIFL ફાઈનાન્સના શેર પર શું અસર થશે?
IIFL ફાઈનાન્સ શેર બજારમાં લિસ્ટેડ કંપની છે. સોમવારે બીએસઇ પર આઈઆઈએફ ફાઈનાન્સનો શેર 3.35 ટકા ઘટીને 598 રૂપિયા બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ 22,816 કરોડ રૂપિયા છે. તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા પ્રતિબંધો લાદયા બાદ પેટીએમ પેમેન્ટ બેંકના શેરમાં સતત ઘટાડો થયો હતો. આમ સંભવતઃ આઈઆઈએફએલ ફાઈનાન્સ શેરમાં પણ નકારાત્મક ટ્રેન્ડ જોવા મળી શકે છે.
આ પણ વાંચો - MARKET High : શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1164 પોઈન્ટનો ઉછાળો