LPG Aadhaar Linking : LPG ગ્રાહકોને મોટી રાહત, આધાર ઓથેન્ટિકેશન કરાવવાની કોઈ સમયમર્યાદા નથી
LPG Aadhaar Linking: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) માટે નવા ગેસ કનેક્શન લેવા માટે આધાર કાર્ડ સાથે જોડાયેલ બાયોમેટ્રિક ઓળખ જરૂરી છે. આ સાથે હવે LPG સબસિડી મેળવવા માટે LPG કનેક્શનને આધાર કાર્ડ (LPG-Aadhaar linking) સાથે લિંક કરવું ફરજિયાત છે. પરંતુ LPG ગ્રાહકો માટે આધાર ઓથેન્ટિકેશન (e-KYC) કરાવવાની કોઈ સમયમર્યાદા નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી હતી.
વાસ્તવમાં કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીશને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી કે આ પ્રક્રિયાથી મહિલાઓ અને વૃદ્ધોને તકલીફ થઈ રહી છે જેના જવાબમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઈ-કેવાયસી શા માટે જરૂરી છે અને તેની રીત કેટલી છે
Oil Marketing Companies are undertaking eKYC aadhar authentication for LPG customers to remove bogus customers against whose name commercial cylinders are often booked by certain gas distributors. This process is in place for more than 8 months now.
In this process, the LPG… https://t.co/D8ApxHkjP5
— Hardeep Singh Puri (@HardeepSPuri) July 9, 2024
નકલી ગ્રાહકોને પકડવા માટે LPG- આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવી રહ્યું છે
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એલપીજી સબસિડી લેનારા ગ્રાહકો માટે મહત્વની માહિતી આપી છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે એલપીજી આધાર ઓથેન્ટિકેશન વાસ્તવમાં નકલી ગ્રાહકોને પકડવા માટે કરવામાં આવે છે.
તમે તમારું LPG e-KYC ત્રણ રીતે કરાવી શકો છો
- તમારી ઓઈલ કંપનીની મોબાઈલ એપની મદદથી.
- ગેસ વિતરકની ઓફિસમાં જઈને.
- ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનાર વ્યક્તિ દ્વારા LPG સિલિન્ડરની ડિલિવરી સમયે.
- ગેસ ડિલિવરી કરનાર વ્યક્તિ એપનો ઉપયોગ કરીને તમારા આધાર કાર્ડની માહિતી લેશે અને પછી તમને OTP મોકલશે. તમે આ OTP દાખલ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર ઓથેન્ટિકેશન
તાજેતરમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા શિબિરોમાં 35 લાખથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર વેરિફિકેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ PMUY લાભાર્થીઓનું આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવ્યું છે. જો કે, જેમનું આધાર ઓથેન્ટિકેશન થયું નથી તેમની સબસિડી બંધ કરવામાં આવી નથી.
આ પણ વાંચો - ભારતીય શેરબજારનો સૌથી નુકસાનકારક દિવસ, રોકાણકારોના 1.18 લાખ કરોડ સ્વાહા!
આ પણ વાંચો - Adani Ports : મુંન્દ્રા જમીન મામલામાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે
આ પણ વાંચો - Emcure Pharma: રૂ. 3.44નો શેર રૂ.1300 ને પાર, નમિતા થાપરે કરી આટલી કમાણી