Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPO : એક સપ્તાહમાં આ શેરે રોકાણકારોને 45 ટકાથી વધુનો કરાવ્યો ફાયદો

Indegene IPO: ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપની ઈન્ડિજેનીએ આજે ​​શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી. IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ સોમવારે કંપનીના શેર 46 ટકાના વધારા સાથે માર્કેટમાં લિસ્ટ થયા હતા. આ સાથે ઈન્ડિજેનીએ માત્ર એક સપ્તાહમાં તેના રોકાણકારોને 45 ટકાથી વધુનો...
ipo   એક સપ્તાહમાં આ શેરે રોકાણકારોને 45 ટકાથી વધુનો કરાવ્યો ફાયદો

Indegene IPO: ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપની ઈન્ડિજેનીએ આજે ​​શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી. IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ સોમવારે કંપનીના શેર 46 ટકાના વધારા સાથે માર્કેટમાં લિસ્ટ થયા હતા. આ સાથે ઈન્ડિજેનીએ માત્ર એક સપ્તાહમાં તેના રોકાણકારોને 45 ટકાથી વધુનો ફાયદો કરાવ્યો હતો.

Advertisement

આટલી હાઇ પર હતો જીએમપી

Indigenyના શેર BSE પર 44.91 ટકાના પ્રીમિયમ સાથે 659.70 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. જ્યારે તેની શરૂઆત NSE પર 46 ટકા પ્રીમિયમ સાથે થઈ હતી. આ આઈપીઓના સારા પ્રીમિયમ પર લિસ્ટિંગના સંકેતો પહેલાથી જ હતા. લિસ્ટિંગ પહેલા Indigenyના શેર લગભગ 65 ટકાના નફા સાથે ગ્રે માર્કેટમાં 740 થી 760 રૂપિયા વચ્ચે ટ્રેડ કરી રહ્યા હતા.

Advertisement

ગયા અઠવાડિયે આઈપીઓ આવ્યો હતો

કંપનીએ ગયા અઠવાડિયે શેરબજારમાં તેનો IPO લોન્ચ કર્યો હતો, જેને રોકાણકારોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. આ IPOનું કુલ કદ 1,841.76 કરોડ રૂપિયા હતું, જેમાં રૂ. 760 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 1,081.76 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. આ IPO 6 મેના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને 8 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહ્યો હતો.

Advertisement

આ IPO દરેક કેટેગરીના રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તે એકંદરે 70.30 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. એટલે કે IPOમાં ઓફર કરાયેલા દરેક 1 શેર માટે 70 થી વધુ બિડ આવી હતી. QIB કેટેગરી સૌથી વધુ 192.72 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારોએ 55.91 વખત ઇશ્યૂ સબસ્ક્રાઇબ કર્યો હતો. રિટેલ રોકાણકારોની કેટેગરીને 7.86 વખત સબસ્ક્રિપ્શન મળ્યું અને કર્મચારીઓ માટે આરક્ષિત કેટેગરીને 6.62 વખત સબસ્ક્રિપ્શન મળ્યું.

આ પણ  વાંચો - Indian Share Market : સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 760 થી વધુ પોઈન્ટ ગબડ્યો

આ પણ  વાંચો - ITR Filling 2024: હવે, કર્મચારીઓ ઘરે બેઠા Form 16 મેળવી ITR સરળતાથી ફાઈલ કરી શકશે

આ પણ  વાંચો - રોકાણકારોને દર શેર પર થશે રૂ. 39 નો ફાયદો, બસ આટલું કરો….

Tags :
Advertisement

.