20 હજાર પગાર હોય તો પણ બનશો કરોડપતિ, અહીં રોકાણ કરો અને બનો માલામાલ
Investment Plan : જો તમારો પગાર 20 હજાર રૂપિયા મહિનો છે અને તમે કરોડપતિ બનવા માંગો છો તો તમારી આ ઇચ્છા પુરી થઇ શકે છે. તેના માટે તમારે પગારનો કેટલોક હિસ્સો દર મહિને સ્માર્ટ રીતે ઇન્વેસ્ટ (Smart Investment) કરવો પડશે. એક સમય બાદ આ રકમ 1 કરોડ રૂપિયા કરતા પણ વધારે થઇ જશે. આ પ્રકારે તમે કરોડપતિ બની જશો. 20 હજાર રૂપિયાની સેલેરીમાં કરોડપતિ બનવાની પદ્ધતી અમે તમને જણાવી રહ્યા છીએ.
સામાન્ય માણસ પણ બની શકે છે કરોડપતિ
આજે જે પ્રકારે મોંઘવારી વધી રહી છે, તેના પ્રમાણમાં ઘણા લોકોનો પગાર નથી વધી રહ્યો. ઘણા લોકો એવા છે જે ફ્યુચર માટે કમાણીનો કેટલોક હિસ્સો રોકાણ કરે છે પરંતુ તેમને સારુ રિટર્ન મળી શકતું નથી. જો તમારી કમાણી સારી નથી, તો પણ કેટલાક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તમે સારુ રિટર્ન પ્રાપ્ત કરી શકો છો. યોગ્ય પ્લાનિંગ અંતર્ગત રોકાણ કરો તો મહિને 20 હજાર કમાનારો વ્યક્તિ પણ કરોડપતિ બની શકે છે.
SIP કરશે સપનું પુરૂ
રોકાણ માટેની જેટલી પણ સ્કીમ છે, તેમાં મ્યુચ્યુઅલ ફંડમાં SIP (Systematic Investment Plan) દ્વારા રોકાણ કરવાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં યોગ્ય રીતે રોકાણ કરવાથી સારુ રિટર્ન મળે છે. તેમાં રોકાણ કરવાની કોઇ પણ ઉંમર કે સીમા નથી હોતી. કોઇ પણ વ્યક્તિ ગમે ત્યારે તેમાં રોકાણ કરી શકે છે. આ રોકાણ કરવાની રકમ પણ ફિક્સ નથી હોતી. તમે 500 રૂપિયા મહિનાથી પણ શરૂઆત કરી શકો છો.
આ છે કરોડપતિ બનવાની ફોર્મ્યુલા
20 હજાર રૂપિયા મહિને પગાર હોય અને જો તમે માસિક 1800 રૂપિયાની SIP માં રોકાણ કરો છો અને વાર્ષિક રિટર્ન 18 ટકા લેખે ગણો છો તો 1800 રૂપિયા 25 વર્ષ સુધી સતત રોકાણ કરશો તો 25 વર્ષ બાદ તમને 5.40 લાખ રૂપિયાનું રોકાણ કરશે. એસઆઇપીનું 18 ટકા લેખે વળતર ગણો તો તેનું રિટર્ન 99.42 લાખ રૂપિયા મળશે. આ પ્રકારે તમને 25 વર્ષ બાદ કુલ 1.05 કરોડ એટલે કે 01 કરોડ 05 લાખ રૂપિયા મળશે.
વધારે રોકાણ વધારે ફાયદો
SIP દ્વારા જેટલું વધારે રોકાણ કરશો તેટલું જ વધારે રિટર્ન મળશે. જો તમે રોકાણ કરાયેલી રકમને વધારીને 3 હજાર રૂપિયા મહિનો કરી દો છો તો 18 ટકાના વાર્ષિક રિટર્ન સાથે 25 વર્ષ બાદ 1.75 કરોડ રૂપિયા મળશે. જેમ રોકાણ વધારશો તેમ રિટર્ન પણ મોટુ મળશે.
નિષ્ણાંતની સલાહ જરૂર લો
મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ શેર માર્કેટ સાથે જોડાયેલા હોય છે. તેવામાં જ્યારે શેર માર્કેટ ડાઉન થાય છે તો તેની અસર મ્યૂચુઅલ ફંડ પર પડે છે. એટલા માટે જાણકારી વગર જ તેમાં સીધુ રોકાણ ન કરો. રોકાણ કરવા માટે કોઇ પણ નિષ્ણાંતની સલાહ જરૂર લો. સારુ રહેશે કે પોર્ટફોલિયો મેનેજર રાખો જે સમયાંતરે સારી સલાહ આપે. રોકાણ કર્યા બાદ જો માર્કેટ પડે છે તો તેનાથી ગભરાશો નહી અને રોકાણ કરાયેલી રકમને પરત ખેંચવાનો વિચાર ન કરો. સારુ થશે કે SIP માં રોકાણ લાંબા સમય માટે કરો.
(કોઇ પણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો, સામાન્ય માહિતી આધારિત લેખ)