પારદર્શિતા મામલે બ્રિટીશ PM ઋષિ સુનકનો જવાબ નહીં , 2019 થી લઇ અત્યાર સુધી ભરેલા ટેક્સના આંકડા કર્યા સાર્વજનિક
બ્રિટનના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક ઋષિ સુનકે બુધવારે ખુલાસો કર્યો હતો કે તેમણે 2019 થી 2022 દરમિયાન 4.766 મિલિયન પાઉન્ડની આવક મેળવી હતી અને આ સમયગાળા દરમિયાન 22 ટકાના દરે લગભગ 1.053 મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવ્યો હતો. ઋષિ સુનકે તેમનું...
બ્રિટનના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક ઋષિ સુનકે બુધવારે ખુલાસો કર્યો હતો કે તેમણે 2019 થી 2022 દરમિયાન 4.766 મિલિયન પાઉન્ડની આવક મેળવી હતી અને આ સમયગાળા દરમિયાન 22 ટકાના દરે લગભગ 1.053 મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવ્યો હતો.
ઋષિ સુનકે તેમનું ટેક્સ રિટર્ન જાહેર કર્યું
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે તેમનું ટેક્સ રિટર્ન જાહેર કર્યું છે. 2019માં અગ્રણી રાજકારણી બન્યા બાદ તેમણે ખજાનામાં 1 મિલિયન પાઉન્ડથી વધુ ટેક્સ ચૂકવ્યો હોવાનું બહાર આવ્યું છે. એવું માનવામાં આવે છે કે બ્રિટનના વડા પ્રધાનનું આ પગલું ગયા વર્ષે નવેમ્બરમાં તેમના તરફથી વ્યક્ત કરવામાં આવેલી પારદર્શિતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.
2019 થી 2022 દરમિયાન 4.766 મિલિયન પાઉન્ડની આવક
બ્રિટનના સૌથી ધનાઢ્ય રાજકારણીઓમાંના એક સુનકે બુધવારે ખુલાસો કર્યો હતો કે તેમણે 2019 થી 2022 દરમિયાન 4.766 મિલિયન પાઉન્ડની આવક મેળવી હતી અને આ સમયગાળા દરમિયાન 22 ટકાના દરે લગભગ 1.053 મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવ્યો હતો.
પારદર્શિતાના હિતમાં મારા ટેક્સ રિટર્ન પ્રકાશિત કર્યા ઃઋષિ સુનક
છેલ્લા કરવેરા વર્ષમાં, જ્યારે તેઓ નાણા પ્રધાન હતા, ત્યારે 42-વર્ષીય આ બ્રિટીશ નેતાએ 325,826 પાઉન્ડ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં ચૂકવ્યા હતા જ્યારે તેમણે 1.9 મિલિયન પાઉન્ડની કમાણી પર 1, 20,604 પાઉન્ડ આવક વેરો ચૂકવ્યો હતો. સુનકે બુધવારે નોર્થ વેલ્સની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે "મેં પારદર્શિતાના હિતમાં મારા ટેક્સ રિટર્ન પ્રકાશિત કર્યા છે, મેં કહ્યું હતું કે હું આમ કરીશ, અને હું આમ કરવાથી ખુશ છું"
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement