Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રહ્માસ્ત્રરૂપી મા બગલામુખી

હિંદુ ધર્મમાં તેત્રીસ કોટી દેવતા છે. તેત્રીસ કોટી.કોટી એટલે કરોડ નહિ ‘પ્રકાર’ અથવા ‘કક્ષા”ના. સાદી ભાષામાં કહીએ તો મંત્રી મંડળની જેમ વિવિધ ખાતાં. “અલબત્ત,સર્વ દેવ નમસ્કારમ કેશવ પ્રતિ ગચ્છતિ,” વિશ્વની તમામ નદીઓ આખરે મળે તો સાગરને જ. આપણી કમનસીબી...
બ્રહ્માસ્ત્રરૂપી મા બગલામુખી

હિંદુ ધર્મમાં તેત્રીસ કોટી દેવતા છે. તેત્રીસ કોટી.કોટી એટલે કરોડ નહિ ‘પ્રકાર’ અથવા ‘કક્ષા”ના. સાદી ભાષામાં કહીએ તો મંત્રી મંડળની જેમ વિવિધ ખાતાં. “અલબત્ત,સર્વ દેવ નમસ્કારમ કેશવ પ્રતિ ગચ્છતિ,” વિશ્વની તમામ નદીઓ આખરે મળે તો સાગરને જ.

Advertisement

આપણી કમનસીબી છે કે યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું અને ધર્મ બાબતે જે કંઈ જ્ઞાન છે તે અપૂરતું છે.

સામે પક્ષે આપણી હાલત મહાભારત યુદ્ધ પહેલાંના અર્જુન જેવી છે.

Advertisement

‘गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चै व परिदह्यते | न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन: ||

અર્જુનની શંકાઓ નિવારવા તો ખુદ ભગવાન કૃષ્ણ હતા.ગીતામાં પણ શ્રી કૃષ્ણે કહેવું પડેલું: अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्

Advertisement

મૂઢ લોકો મને ઓળખી શક્યા નથી.ભગવાનને પામવાના નથી-જાણવાના છે.

મોટાભાગના આપણે ય ભક્તિ બાબતે મૂઢ છીએ. બાળક હજી આંખો ખોલે ત્યાં જ ધર્મામૃત પાવાનું ચાલુ કરી દિયે છીએ.યુવાન થતાં સુધીમાં તો એના મગજનો એક ખૂણો બગાડી દેવામાં આવે છે.

આવું કેમ થાય છે? ભૂતકાળમાં કુળગુરૂઓ રહેતા.જેવો ગુરૂ એવી ધાર્મિકતા.

કહેવાયું છે કે ‘ગુરૂ સમર્થ હોવો જોઈએ.’ જોઈ પરખીને જ ગુરૂ કરાય.જો એ જ ફાંફે ચઢ્યો હોય,ભૂવા જાગરીયા કરતો હોય એ આપણને પણ એવા જ કરવાનો.પેઢીગત જે અવધાર્નાઓ હોય એ વારસામાં ઊતરે જ.

આ વાત એટલા માટે કરી કે ભ્રામક માન્યતાઓ,વેદ,પૂરાણ આદિક શાસ્ત્રોનું અર્થઘટન વિકૃત રીતે કરવામાં આવ્યું છે. બ્રહ્માંડ વ્યાપી સનાતન ધર્મમાં

ટીકાઓ,ભાષ્યો અને કથાઓ વડે શ્રધ્ધાળુને ગૂંચવી દેવામાં આવ્યો છે.

ચાલો,મૂળ વાત પર આવીએ.

.."कलौ चन्डि विनायकौ"  કલિયુગમાં,  જીવન માં આવતી મુશ્કેલીઓ, અવરોધો અને આર્થિક તંગી નિવારવા માટે  તથા સુખ શાંતિ અને સમૃધ્ધિ મેળવવા માટે ગણેશજીની ઉપાસના અથવા શક્તિની આરાધના ચોક્કસ સફળતા આપે છે અને એ તત્કાળ.

વાત કરવી છે દસ મહાવીદ્યાઓની.શક્તિનાં બે સ્વરૂપો.

નવ દુર્ગા અને દસ મહાવિદ્યા.

બંને સ્વરૂપો શક્તિનાં જ છે.ઉપાસના પધ્ધતિ સહેજ અલગ...પણ આરાધના તો શક્તિની જ છે.

પ્રશ્ન થાય કે દસ મહાવિદ્યા છે શું?

દેવીનાં આ સ્વરૂપો કોઈને કોઈ ઉદ્દેશ માટે જ થાય છે.

દસ મહાવીદ્યા ઉપાસના શીઘ્ર ફળદાયી છે.દસ મહાવિદ્યામાંની આઠમી મહાવીદ્યા-બગલામુખી એટલે કે મા પીતામ્બરા.એમ મનાય છે કે શત્રુઓના દમન માટે,વિનાશ માટે બગલામુખી ઉપાસના છે.એ માન્યતા ખોટી છે.અલબત્ત,બગલામુખી સાધકનો જાણ્યે અજાણ્યે  પણ વિરોધી કે અહિત કરનારને ચૂપ કરી દે છે.એટલે જ આ સાધના માટે ગુરૂની જરૂર છે.સાધકે સપને ય શત્રુનું અહિત વિચારાય પણ નહિ.પણ આ સાધના શ્રેય અને સન્માન આપે છે.

રૂદ્રયામલ તંત્રમાં બગલામુખી સાધનાનું ફળ કથન છે :

महा-विद्या महा-लक्ष्मी,श्रीमत् -त्रिपुर-सुन्दरी ।

भुवनेशी जगन्माता,पार्वती सर्व-मंगला सर्व-सम्पत्-करी देवी,

सर्व-लोक वशंकरी ।वेद-विद्या महा-पूज्या,भक्ताद्वेषी भयंकरी

ज्वालामुखी भद्रकाली, बगला शत्र-ुनाशिनी ।

ટૂંકમાં આ મેલી વિદ્યા નથી.મહાવિદ્યા,મહાલક્ષ્મી,ત્રીપુરસુંદરી અને મા પાર્વતીનું સ્વરૂપ છે.

કાળીનું સ્વરૂપ છે અને એ ય ज्वालामुखी भद्रकाली સ્વરૂપે મહાકાલી સ્વરૂપની સાધના છે.મહાકાલી અને એમાય એનું ઊગ્ર રૂપ એટલે આ ઉપાસના કોઈના અહિતના સંકલ્પથી ન જ થાય. અલબત્ત,એ ઉદ્દેશથી સાધના કરો તો મા છે એટલે કામ કરશે પણ એ ભૂંડું કર્મ બૂમરેંગની જેમ સાધકના ખાતે જ જમા થાય.

એવી ગેરસમજ છે કે આ મેલી સાધના છે.બગલામુખી સાધના બે પ્રકારની છે.

1.તંત્રોક્ત(વામમાર્ગી)

2.સાત્વિક

અઘોરીઓને બાદ કરતા વામમાર્ગી ઉપાસના વર્જ્ય છે.કોઈ એ ઉપાસના કરતો હોય તો એનો દિક્ષા ગુરૂ અને સાધક બંને પાપમાં પડે અને હેરાન પરેશાન થઇ જાય.માટે સાત્વિક સાધના જ અનિવાર્ય છે.

ધર્માદા,ધનદા એવી બગલામુખી મહાવિદ્યાની ઊપાસના ગુજરાતમાં ઓછી જાણીતી છે.

મા પીતામ્બરાનો સાધક હજાર માણસોના ટોળામાં અલગ તરી આવે એવો તેજસ્વી અને સુખી હશે જ.સાધકના દુશ્મનોના હાથ હેઠા જ પડવાના એટલે એના જીવનો કકળાટ કેટલો ઓછો.માણસને કકળાટ વિરોધીઓનો જ હોય છે....બાકી,ધર્મ અને ધન આપતી મા બગલામુખી એને સુખી તો કરે જ.

હવે કેટલાક શક્તિ ઉપાસકોની એક સામન્ય ફરિયાદ.”હું આટઆટલા મંત્ર જાપ કરૂં છું.ભક્તિ કરૂં છું તો ય હેરાન પરેશાન થઇ ગયો.Why me?”

આપણાં સુખદુ:ખ કર્માધીન છે.કેટલાક કહેશે કે મેં તો કોઈનું સ્વપ્ને ય ખરાબ વિચાર્યું નથી.સાધના ય કરૂં છું તો Why me? શ્રીમદ ભગવદ ગીતામાં અને ભાગવત,મહાભારતમાં પૂર્વ જનમનાં સંચિત કર્મોનાં ફળ આ જન્મે જ ભોગવવાનાં હોય છે. એટલે સાધક જે ભોગવી રહ્યો છે તે પૂર્વજન્મનું ફળ ભોગવી રહ્યો છે.

હવે પ્રશ્ન એ થાય કે સંચિત કર્મો આ જન્મે ય દુઃખી કરે તો પછી સાધના શા માટે? પહેલાં તો કર્મફળ તો ભીષ્મ પિતામહને પણ ભોગવવું પડેલું જેમને પૂર્ણ પુરૂષોત્તમ નારાયણ કૃષ્ણ પણ નમસ્કાર કરતા.મહાભારતમાં સૌથી વધુ રસપ્રદ પર્વ છે શાંતિ પર્વ.ભીષ્મ બાણશય્યા પર તોંતેર દિવસ સૂર્ય ઉત્તરાયણનો થાય ત્યાં સુધી મોતને પાછું ઠેલેલું.રોજ યુદ્ધ પત્યા પછી પાંડવો કૃષ્ણ ભગવાન સાથે એમનો સત્સંગ કરવા જતા.આ સત્સંગ એ જ શાંતિપર્વ. ભીષ્મે પાંડવોને સમજણા થયા ત્યારથી જ ભગવાન કૃષ્ણ પાંડવોના પડછાયાની જેમ સાથે રહ્યા તો ય દારૂણ દુઃખમાં કેમ જીવ્યા એનું રહસ્ય કહે છે.રહસ્ય છે ”સંચિત કર્મો”

રામાવતારમાં પ્રભુ શ્રી રામને અને લક્ષ્મણને વાલ્મિક રૂષીએ ‘બલાતિબલા’ વિદ્યા શીખવેલી.(અમદાવાદમાં મોટેરા ખાતે બલાતિબલાની જાગતી જગ્યા છે જ્યાં 24/7 હવન ચાલે છે.રાવણ તપસ્વી હતો.એનો પૂત્ર મેઘનાદ બગલામુખીનો ઉપાસક હતો.રામાયણમાં આ ઉલ્લેખ છે.

રામરાવણ યુદ્ધ સમયે મેઘનાદે બગલામુખી યજ્ઞ આરંભ્યો.પ્રભુ શ્રી રામને જાણ તહી.એ શક્તિનો પ્રભાવ જાણતા હતા.લક્ષ્મણને કહ્યું કે જો આ યજ્ઞ પરિપૂર્ણ થશે તો રાવણ અજેય થઇ જશે. મર્યાદા પુરુષોત્તમ હતા.કોઈની સાધનામાં વિક્ષેપ પાડવો અધર્મ છે એ જાણતા હોવા છતાં લક્ષ્મણને યજ્ઞ ભંગ કરવા આદેશ આપ્યો.યજ્ઞ અધૂરો રહ્યો અને ઈતિહાસ આપણી આમે છે.

એક વાત ઊલ્લેખીયે જે ઘણા નહિ માને પણ સત્ય છે કે વર્તમાન શાસન પર મા પીતામ્બરાના ચારે હાથ છે.આ સરકારનો દેશમાં જ નહિ વિદેઃમાં પણ જે ઘોર વિરોધ થાય છે તો ય દિન પ્રતિદિન સરકાર મજબુત થતી જાય છે.

તાજેતરનો જ દાખલો.છતીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ બગ્લામુખીના સાધક છે.શપથવિધિ પહેલાં એમણે બગલામુખી હોમ કરાવ્યો જે અખબારોમાં પણ આવ્યું. છેલ્લી હરોળનો કાર્યકર સીધો મુખ્યમંત્રી બને એ સાધનાનું જ ફળ છે.

અલબત્ત,સાધકના હોય એ સુખી હોય તો એનાં સંચિત કર્મો વાપરે છે અને એના ખાતામાંથી એ ડેબીટ થાય છે.જ્યારે સાધકને જે દુઃખ પડે છે એ માતાજીની સાધનાથી ‘શૂળીનો ઘા સોયથી સરે છે’. બાળકને ટાઈફોડ થયો હોય,ઘરમાં દૂધપાક બન્યો હોય,બાળક એ ખાવાની જીદ કરે તો એને દૂધપાક તો નહિ જ આપે.લાગ આવ્યે તમાચો ય ઝીંકી દેશે.બાળક નહિ સમજે પણ એ તમાચો એના લાભમાં હતો.કોઈ મા દીકરાને તમાચો મારે તો હૈયું તો માનું જ ચચરે.

પ્રશ્ન થશે કે ઇન્દ્રાણી,ઇન્દ્રપૂજ્યા એટલે કે ઇન્દ્ર પણ જેની પૂજા કરે છે એ બગલામુખીની સાધના માટે કયા ગુરૂને પકડવા?

જવાબ મળી જશે.શોધો.શ્રધ્ધાથી શોધો મા જ તમને ગુરૂ મેળવી આપશે.એ માટે જો જો દેરીએ દેરીએ ચોખા ન મૂકતા.

બગ્લામુખીની વાત કરી જ  છે તો એક ઉલ્લેખ. અમદાવાદના આંગણે એકાવન કૂંડી બગ્કામુખી યજ્ઞ 24 ડીસેમ્બર 23ના યોજાવાનો છે એની વિગતો ય અમે આગોતરી આપીશું.

Tags :
Advertisement

.