Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી સરકારની જાહેરાત, સરકારી કેન્દ્રો પર કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે

દિલ્હી સરકારે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે કોરોનાની વેક્સિનના બૂસ્ટર ડોઝ સરકારી રસીકરણ કેન્દ્રો પર ફ્રીમાં આપવામાં આવશે. દિલ્હી સરકારે લેખિત આદેશ જાહેર કર્યો છે. હવે તમામ સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિના મૂલ્યે બૂસ્ટર ડોઝ મેળવી શકશે. સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નિષ્ણાત સમિતિએ પાંચથી 11 વર્ષની વયના બાળકો માટે બાયોલોજીકલ ઈ કોવિડ-19 વેક્સીન  Corbevaxનો ઈમરજન્સી ઉપય
દિલ્હી સરકારની જાહેરાત  સરકારી કેન્દ્રો પર કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે
દિલ્હી સરકારે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે કોરોનાની વેક્સિનના બૂસ્ટર ડોઝ સરકારી રસીકરણ કેન્દ્રો પર ફ્રીમાં આપવામાં આવશે. દિલ્હી સરકારે લેખિત આદેશ જાહેર કર્યો છે. હવે તમામ સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિના મૂલ્યે બૂસ્ટર ડોઝ મેળવી શકશે. 
સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નિષ્ણાત સમિતિએ પાંચથી 11 વર્ષની વયના બાળકો માટે બાયોલોજીકલ ઈ કોવિડ-19 વેક્સીન  Corbevaxનો ઈમરજન્સી ઉપયોગ કરવાની ભલામણ કરી છે. કોવિડ-19 પર સીડીએસસીઓની વિષય નિષ્ણાત સમિતિએ, ઇમરજન્સી યુઝ ઓથોરિટી (EUA) માટે ભારત બાયોટેક પાસેથી વધુ ડેટા માંગ્યો હતો, બે થી 11 વર્ષની વયના બાળકોમાં રસીના ઉપયોગ માટેની તેની અરજીની સમીક્ષા કરવામાં આવી છે.
 દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે લગભગ 60 ટકા વધુ કેસ નોંધાયા છે. પોઝીટીવીટી રેટ 5.7 ટકા પર પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોના વાયરસના નવા કેસ એક હજારને વટાવી ગયા છે. દિલ્હીમાં બુધવારે કોરોનથી 1 દર્દીનું મૃત્યુ થયું હતું.
Advertisement
Tags :
Advertisement

.