Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Bold, Beautiful And Badass'- ઇલયાના ડી'ક્રૂઝ

Ileana D'Cruz  -ઈલિયાના ડીક્રૂઝ સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ તેની તસવીરો તથા વીડિયો જોઈ જોઈને ક્યાં તો ખુશ થઈ જાય છે અથવા તેની ટીકા કરે છે. ટ્રોલ કરનારા ઈલિયાનાને ઘણીખરી વાતે...
 bold  beautiful and badass   ઇલયાના ડી ક્રૂઝ
Advertisement

Ileana D'Cruz  -ઈલિયાના ડીક્રૂઝ સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ તેની તસવીરો તથા વીડિયો જોઈ જોઈને ક્યાં તો ખુશ થઈ જાય છે અથવા તેની ટીકા કરે છે. ટ્રોલ કરનારા ઈલિયાનાને ઘણીખરી વાતે ટ્રોલ કરે છે. જોકે ઈલિયાનાએ એ સ્વીકારી લીધું છે ફ્લ્મિ અમરપ્રેમનું, ગીતકાર આનંદ બક્ષીનું જે ગીત સંજુ ફ્લ્મિમાં સંજુની આત્મકથાનું ટાઈટલ બતાવવામાં આવ્યું છે એ જ સિનેજગતનું સનાતન સત્ય છેઃ કુછ તો લોગ કહેંગે..., લોગોં કા કામ હૈ કહના...!

Advertisement

સૌથી વધી ટ્રોલ થતી હિરોઈન

પાંચ વર્ષ પહેલાં ઈલિયાના ડીક્રૂઝને મુબારકાં અને બાદશાહો બે ફ્લ્મિ રિલીઝ થતાં સ્ટારડમ મળ્યું હતું. ત્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ એન્ડ્રુ નીબીને કિસ કરી રહી છે. આ માણસ ઓસ્ટ્રેલિયન છે અને વ્યવસાયે ફેટોગ્રાફ્ર છે. તેની સાથેની કિસનો ફેટો ઘણા ચાહકોને ખૂબ ગમ્યો હતો અને ઘણા ચાહકોએ ઈલિયાનાને ટ્રોલ કરી હતી.

Advertisement

બે વર્ષ પછી એ જ માણસને ક્લોઝ ટાઈટ હગ કરતો ફોટો ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. આ વખતે તેણે જાહેર કર્યું કે પોતે જેને હગ કરી રહી છે તે એનો પતિ છે. લાંબા સમયની રિલેશનશિપ પછી બંનેએ લગ્ન કરી લીધાં છે.

Advertisement

પાપારાજી સાથે વિચિત્ર હરકત

હમણાંની જ 20 માર્ચની વાત છે, ઈલિયાના ડીક્રૂઝ સ્ટુડિયોમાં કોઈ કામે ગઈ હતી. તે સ્ટુડિયોમાંથી બહાર નીકળી પોતાની કારમાં બેસવા જઈ રહી હતી ત્યારે એક ફેન નજીક આવીને મેડમ, ફેટો પ્લીઝ...કહીને વિનંતિ કરવા જઈ રહ્યો હતો તો ઈલિયાનાએ તેને નજીક બોલાવી તેને સાધારણ હગ કરીને ગાલ ઉપર એક નાનકડી બકી કરી લીધી. ઈલિયાનાએ માસ્ક પહેરેલો હતો, છતાં એ ફેન તો ધન્ય થઈ ગયો. આ વીડિયો ઈન્સ્ટા પર મુકાતાં જ બાકીના ફેન અફ્સોસ કરવા લાગ્યા.આ છે 'Ileana D'Cruz 

પોતાની સુંદરતા જ બતાવવાનો મોહ નથી

એ જ દિવસે ઈલિયાનાએ કેમેરાની ખૂબ જ નજીક જઈને, મેકઅપ વગરના પોતાના ચહેરાની એકેએક બારીક ખૂબી તથા ખામી દેખાય એવો ફેટો ઈન્સ્ટા પર મૂક્યો. આ ફોટોગ્રાફ્માં તેના ચહેરા પર બે-ત્રણ બ્લેક હેડ્ઝ પણ સ્પષ્ટ દેખાય છે. છતાં ઈલિયાનાએ આ ફોટો શૅર કરીને બતાવી દીધું કે તેને પોતાની સુંદરતા જ બતાવવાનો મોહ નથી. તે લોકોની સામે પોતાનો કુદરતી દેખાવ પણ રજૂ કરી શકે છે.

કુદરતી જે શરીર છે તે જ સારું છે

ચોથી ફેબ્રુઆરીએ ઈલિયાના ડીક્રૂઝ ('Ileana D'Cruz)એ વર્કઆઉટ કર્યા પછી ફ્રિલવાળી બિકિની પહેરેલી તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, આ હું છું. હું મારા શરીરના એકેએક વળાંકને ચાહું છું અને તેને મનથી સ્વીકારું છું. હું મારા શરીરને સરળતાથી સ્લિમ કરી શકું છું. શરૂઆતમાં શરીર ઘાટીલું બનાવવા માટે જાતજાતની એપ્સનો સહારો લેતી હતી, પરંતુ હવે હું સમજી ગઈ છું કે કુદરતી જે શરીર છે તે જ સારું છે. હવે હું નિયમિત રીતે કરવાની કસરતો અને ખાવાપીવામાં થોડા નિયમોનું પાલન કરું છું. એટલામાં જ જે શરીર ઘડાય છે તેને હું સ્વીકારું છું.

પ્રામાણિકતા અને હિંમત જ લોકોને ગમે છે

Ileana D'Cruz ને આ પ્રામાણિકતા અને હિંમત જ લોકોને ગમે છે. તેના વ્યક્તિત્વનું આ પાસું ફ્લ્મિના પડદે પણ જોવા મળે છે. જેના કારણે તે જે પાત્ર ભજવતી હોય એ પાત્ર વાસ્તવિક લાગે છે અને પ્રેક્ષકોનાં મનમાં વસી જાય છે. પડદા પર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ યુવતી રિયલ છે.

હમણાં જ તેની ફ્લ્મિ બિગ બુલ રિલીઝ થઈ હતી. આ ફ્લ્મિમાં હર્ષદ મહેતાના જીવન પર આધારિત વાર્તા લોકોને ગમી હતી અને પત્રકારની ભૂમિકામાં ઈલિયાના ડીક્રૂઝે પત્રકાર તરીકેનો દેખાવ જ નહીં, પત્રકાર તરીકેનું મેનરીઝમ અને તેની વિચારસરણી પણ અપનાવી લીધી હતી.

ઈલિયાના ડીક્રૂઝ પોર્ટુગીઝ મૂળના કેથલિક પિતા અને મુંબઈની માતાની દીકરી છે. તેનો જન્મ મુંબઈના માહીમ વિસ્તારમાં થયો હતો. તે દસ વર્ષની થઈ ત્યારે પરિવાર મુંબઈ છોડી ગોવા આવી પાર્રા ખાતે વસી ગયો. ત્યારપછી તેનો ઉછેર ગોવાનીઝ વાતાવરણમાં થયો છે. તેને સિનેજગતમાં અથવા શૉ-બીઝમાં આવવાની ઈચ્છા થઈ તો નિયમ પ્રમાણે એક ફોટોગ્રાફર પાસે પોતાનો પોર્ટફેલિયો બનાવડાવ્યો.

ઈલિયાના કહે છે કે એ ડિઝાસ્ટર પોર્ટફેલિયો હતો. તેણે વ્યક્તિગત ધોરણે કેટલાક રેમ્પ શૉ કર્યા અને પછી સારા ફેટોગ્રાફ્રને ઓળખીને બીજો પોર્ટફેલિયો બનાવડાવ્યો. એના આધારે તેને ટોચની ટૅલ્કમ પાઉડર અને બ્યુટી ક્રીમની જાહેરાતોમાં કામ મળ્યું. ફેર એન્ડ લવલીની જાહેરખબર રાકેશ રોશને શૂટ કરી હતી. તેણે ઈલિયાનાનો અભિનય માટેનો જુસ્સો જોયો અને સિનેજગતમાં આવવા ભલામણ કરી.

તમિલ  ફ્લ્મિોથી ઈલિયાનાની કરિયર શરૂઆત

ઈલિયાનાએ તમિલ ફ્લ્મિોમાં નસીબ અજમાવ્યું. 2006માં ઈલિયાનાની પાંચ ફ્લ્મિો દેવદાસુ, પોકિરી, કેડી, ખતરનાક અને રાખી રજૂ થઈ. ચાર ફ્લ્મિો સુપરહિટ બની ગઈ. એટલે તમિળ ફ્લ્મિોમાં ઈલિયાનાની કરિયર પાટે ચઢી ગઈ.

પહેલી હિન્દી ફ્લ્મિ બરફી

2012માં ઈલિયાનાએ પહેલી હિન્દી ફ્લ્મિ બરફીમાં અભિનય કર્યો અને પ્રિયંકા ચોપરા તથા રનબીર કપૂર જેવા જબરજસ્ત કલાકારો વચ્ચે પોતાની આગવી ઓળખાણ બનાવી. એ પછી તેને હિન્દી ફ્લ્મિો મળવા લાગી અને Ileana D'Cruz એ તમિળ ફ્લ્મિો તેણે છોડી દીધી.

હિન્દીમાં તેણે ‘ફ્ટા પોસ્ટર નિકલા હીરો’, ‘મૈં તેરા હીરો’, ‘હેપ્પી એન્ડિંગ’, ‘રૂસ્તમ’,’ મુબારકાં’, ‘બાદશાહો’, ‘રેઈડ’ જેવી ફ્લ્મિોમાં ધૂમ મચાવી દીધી. 2019માં તેની ફ્લ્મિ ‘પાગલપંતી’ પણ હિટ રહી હતી.

2020માં કોરોનાના કારણે તેની કોઈ ફ્લ્મિ રિલીઝ નહોતી થઈ. એ પછી 2021માં અભિષેક બચ્ચન સાથે ‘ધી બિગ બુલ’ રિલીઝ થઈ અને તે પણ હિટ રહી હતી. હવે ચાલુ વર્ષે તેની ‘અનફેર એન્ડ લવલી’ રજૂઆત માટે તૈયાર છે. ઈલિયાના કહે છે કે "આ ફ્લ્મિ બધા કરતાં જુદી છે. આશા છે કે લોકો મને આ ફ્લ્મિમાં ખૂબ પસંદ કરશે." 

આ પણ વાંચો- HINA KHAN નો આ VIDEO જોઈને તમારી આંખો પણ થઈ જશે ભીની!

Advertisement

Related News

featured-img
મનોરંજન

તૈયાર થઈ જાવ વર્ષ 2025માં આવનારી ધમાકેદાર એકશન્સથી ભરપૂર 5 હોલીવૂડ બ્લોકબસ્ટર્સ માટે !!!

featured-img
મનોરંજન

Amal Malik:પરિવારથી છેડો ફાડ્યાની ઘટનામાં આવ્યો વળાંક, અમાલ મલિકની માતાએ આપી પ્રતિક્રિયા

featured-img
મનોરંજન

Sneha Desai : IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટર -એક ગુજરાતી યુવતી

featured-img
મનોરંજન

Amaal Mallik ની એક ચોંકાવનારી પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

featured-img
મનોરંજન

Sikandar: સિકંદર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, સલમાન ખાને સપરિવાર ફિલ્મ એન્જોય કરી

featured-img
રાષ્ટ્રીય

FIR For promoting betting apps: હૈદરાબાદમાં સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવા બદલ 25 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, ટોપ 6 ટોલીવૂડ સ્ટાર્સ પણનો પણ સમાવેશ

×

Live Tv

Trending News

.

×