Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ સાત ટાંકીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ ઉમવાડા અંડર બ્રિજ પાસે આવેલ પાણી ના સંપ માં આવેલ ખુલ્લી સાત ટાંકી માં અનેક વખત આકસ્મિક બનાવો સામે આવ્યા છે છતાં તંત્ર દ્વારા ટાંકી ને ઢાંકવા ની કામગીરી હાથ ધરવામાં નથી આવતી આજે સવારે...
ગોંડલ સાત ટાંકીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

ગોંડલ ઉમવાડા અંડર બ્રિજ પાસે આવેલ પાણી ના સંપ માં આવેલ ખુલ્લી સાત ટાંકી માં અનેક વખત આકસ્મિક બનાવો સામે આવ્યા છે છતાં તંત્ર દ્વારા ટાંકી ને ઢાંકવા ની કામગીરી હાથ ધરવામાં નથી આવતી આજે સવારે સાત ટાંકી માંથી એક અજાણ્યા યુવક ની લાશ તરતી હોવાની જાણ ગોંડલ ફાયર ને થતા ફાયર ના તરવૈયા કિશોરભાઈ ગોહેલ, જયેશભાઇ, હિરેનભાઈ અને અજયભાઈ સ્થળ પર પોહચી ને મૃતક ના મૃતદેહ ને બહાર કાઢી પી.એમ. અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુ તપાસ ગોંડલ શહેર પોલીસે હાથ ધરી હતી.

Advertisement

ગોંડલ સાત ટાંકી માંથી મળી આવેલ યુવકનો મૃતદેહ સોલંકી જયેશભાઈ જેન્તીભાઈ નામના સફાઈ કર્મચારીની હોવાની વિગત સામે આવી હતી. મૃતક યુવક ગઈ કાલે બપોરે 3 વાગ્યે ઘરે થઈ ચાલ્યો ગયેલ હતો પરિવારે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવેલ ન હતો આજે વહેલી સવારે અજાણ્યા યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃતક ના પરિવારે યુવકના મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો. મૃતક યુવક સોલંકી જયેશ જેન્તીભાઈ (ઉ.વ.32 રહે.ઉમવાડા રોડ) હોવાનું સામે આવ્યું હતું મૃતક યુવક ગોંડલ નગરપાલિકા માં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર સફાઈ કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું યુવક પરિણીત હતો સંતાન માં 1 દીકરો હતો ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશા માં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Advertisement
Tags :
Advertisement

.