ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તરૂણો માટે અમારી વેક્સીનને આપો મંજૂરી: બાયોલોજિકલ ઈ

ભારતની રસી નિર્માતા 'બાયોલોજિકલ ઇએ' તેની કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. કંપનીએ કહ્યું છે કે, 'તેની કોર્બિવેક્સ રસીનો ઉપયોગ 12-18 વર્ષની વયના તરુણો માટે થઈ શકે છે'. જે બાબતે, કંપનીએ ભારતના ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.  DCGIએ 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોર્બિવેક્સની રસીને ઈમરજન્સી મંજૂરી આપી દીધી છે. આ ભારતની પ્રથમ પ્રોટà«
01:48 PM Feb 13, 2022 IST | Vipul Pandya

ભારતની રસી નિર્માતા 'બાયોલોજિકલ ઇએ' તેની કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. કંપનીએ કહ્યું છે કે, 'તેની
કોર્બિવેક્સ રસીનો ઉપયોગ 12-18 વર્ષની વય
ના તરુણો માટે થઈ શકે છે'. જે બાબતે, કંપનીએ ભારતના ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.

 

DCGIએ 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોર્બિવેક્સની રસીને ઈમરજન્સી મંજૂરી આપી
દીધી છે. આ ભારતની પ્રથમ પ્રોટીન આધારિત રસી છે અને તેને ભારતમાં જ વિકસાવવામાં
આવી છે. તેને 28 ડિસેમ્બરે ડ્રગ રેગ્યુલેટરે મંજૂરી આપવામાં આવી હતી.

 

9 ફેબ્રુઆરીએ DCGIને મોકલવામાં આવેલી અરજીમાં, બાયોલોજીકલ
ઇની 
 ગુણવત્તા
અને નિયમનકારી બાબતોના વડા શ્રીનિવાસ કોસારાજુએ જણાવ્યું હતું કે
, 'તેમની
કંપનીને સપ્ટેમ્બર 2021માં 5 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીના બીજા અને ત્રીજા
તબક્કાના ક્લિનિકલ અભ્યાસ માટે મંજૂરી મળી છે'.


 'પ્રોહિબિશન સર્ટિફિકેટના આધારે, બાયોલોજિકલ ઇ એ ઓક્ટોબર 2021 માં ક્લિનિકલ અભ્યાસ શરૂ કર્યો હતો. હવે
બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલમાંથી
સફળ
પરિણામોની તપાસ કર્યા પછી, અમને જાણવા મળ્યું છે કે 'રસી સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે'.

Tags :
biologicalevaccinecorbevaxcovid
Next Article