Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વંથલી ફ્રૂટ માર્કેટમાં ચીકુની મબલખ આવક, જો કે ગત વર્ષની સરખામણીએ મળી રહ્યા છે ઓછા ભાવ

જૂનાગઢના વંથલી ફ્રુટ યાર્ડમાં હાલ ચીકુની મબલખ આવક થઈ રહી છે. વંથલી તાલુકામાં ચીકુ સહીતના બાગાયતી પાકોનું સારૂં એવું ઉત્પાદન થાય છે અને જૂનાગઢ જીલ્લાનું સૌથી મોટું ફળોનું બજાર વંથલીમાં છે. હાલ ચીકુની સિઝન છે અને વંથલી ફ્રુટ યાર્ડમાં દરરોજ...
01:27 PM Apr 08, 2023 IST | Vipul Pandya

જૂનાગઢના વંથલી ફ્રુટ યાર્ડમાં હાલ ચીકુની મબલખ આવક થઈ રહી છે. વંથલી તાલુકામાં ચીકુ સહીતના બાગાયતી પાકોનું સારૂં એવું ઉત્પાદન થાય છે અને જૂનાગઢ જીલ્લાનું સૌથી મોટું ફળોનું બજાર વંથલીમાં છે. હાલ ચીકુની સિઝન છે અને વંથલી ફ્રુટ યાર્ડમાં દરરોજ પાંચ થી છ હજાર ગુણી ચીકુની આવક થઈ રહી છે. ખેડૂતોને ચીકુના ભાવ સારા મળી રહ્યા છે પરંતુ તે ગત વર્ષની સરખામણીએ ઓછા મળી રહ્યા છે, હાલ ચીકુ 400 થી 700 રૂપિયા પ્રતિ મણ ના ભાવે હોલસેલમાં વેચાય છે અને વંથલીના ચીકુની સમગ્ર રાજ્યમાં નિકાસ થાય છે.

 

ચીકુના એક વૃક્ષ પરથી અંદાજે 12 થી 15 મણ ચીકુ નો ઉતારો થાય છે
જૂનાગઢ જીલ્લાનો વંથલી તાલુકો બાગાયતી ખેતી માટે જાણીતો છે, વંથલી તાલુકામાં ચીકુની બાગાયતી ખેતી થાય છે, પાણીની પણ પુરતી સુવિધા હોવાથી ઉત્પાદન પણ સારૂં મળે છે. હાલ ચીકુની સિઝન છે, દિવાળી પછી ચીકુનો ફાલ આવવાની શરૂઆત થઈ જાય છે અને ચોમાસાની શરૂઆત સુધી ચીકુનો ફાલ આવે છે. સિઝન દરમિયાન ચીકુના એક વૃક્ષ પરથી અંદાજે 12 થી 15 મણ ચીકુ નો ઉતારો થાય છે. વંથલી તાલુકામાં ચીકુના બગીચામાં હાલ ધમધમાટ જોવા મળે છે. ખેડૂતો ચીકુના ઝાડ પરથી ઉતારો કરીને તેને વીણે છે અને બાદમાં વંથલી ફ્રુટ યાર્ડમાં વેચાણ માટે લાવે છે.
ગત વર્ષની સરખામણીએ 200 થી 400 રૂપિયા ઓછો ભાવ
હાલ વંથલી ફ્રુટ યાર્ડમાં ચીકુની દરરોજ પાંચ થી છ હજાર ગુણીની આવક થઈ રહી છે જેનો ભાવ 400 થી લઈને 700 રૂપિયા પ્રતિ મણ સુધીનો રહે છે. જો કે આ ભાવ ગત વર્ષની સરખામણીએ 200 થી 400 રૂપિયા જેવો ઓછો છે, ગત વર્ષે 800 થી 1100 રૂપિયા પ્રતિ મણ નો ભાવ હતો જે ચાલુ વર્ષે ઘટીને 400 થી 700 રૂપિયાનો છે, આ ભાવના ઘટાડાનું કારણ છે કે ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ચીકુના પાકને નુકશાન થયું છે, તેથી જોઈએ તેવો ફાલ નથી મળ્યો, જો કે ઉત્પાદન પર કોઈ ખાસ અસર નથી પરંતુ વાતાવરણ ની અનિયમિતતા અને કમોસમી વરસાદને કારણે ચીકુ ને થયેલ નુકસાનના ભાગરૂપે ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેની બાગાયતી ખેડૂતોને સીધી અસર પહોંચી છે. ત્યારે બાગાયતી ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની અપેક્ષા સેવી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં વંથલીના ચીકું પેકીંગ કરીને મોકલવામાં આવે છે
જો કે ભલે ચીકુના ઉત્પાદન પર થોડી અસર પડી હોય તેમ છતાં વંથલી ફ્રુટ યાર્ડમાં ચીકુની આવક થઈ રહી છે તેમ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે. સ્થાનિક બજાર ઉપરાંત જૂનાગઢ સહીત સમગ્ર રાજ્યમાં વંથલીના ચીકું પેકીંગ કરીને મોકલવામાં આવે છે. અન્ય પ્રદેશના ચીકુ પાકી ગયા પછી થોડા કાળા પડી જાય છે પરંતુ વંથલીના ચીકુ પાકી ગયા પછી પણ સાકર જેવા મીઠાં અને તેના દેખાવમાં કોઈ ફરક પડતો નથી અને ટકાઉ પણ હોય છે તેથી વંથલીના ચીકુની માંગ રહે છે.
આ પણ વાંચો ઃ દાંતાના ખેડૂત દેવજીભાઇ તાઇવાનના પપૈયાની ખેતી દ્વારા કરે છે લાખ્ખોની કમાણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article