Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhagavad Gita-મન ચંગા તો કથારોટમાં ગંગા

Bhagavad Gita એટલે સંપૂર્ણ શાસ્ત્રોનો સાર. यज्जाग्रतो दूरमुदैति दैवं तदु सुप्तस्य तथैवैति-આ વેદમંત્ર છે, જે જે હિન્દુ આ મંત્રને જાણે છે, રાત્રે સૂતા પહેલા તેનો પાઠ કરે જ છે. મંત્રનો બીજો ભાગ આ છે - दूरंङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मे मन:...
11:57 AM Jun 12, 2024 IST | Kanu Jani

Bhagavad Gita એટલે સંપૂર્ણ શાસ્ત્રોનો સાર. यज्जाग्रतो दूरमुदैति दैवं तदु सुप्तस्य तथैवैति-આ વેદમંત્ર છે, જે જે હિન્દુ આ મંત્રને જાણે છે, રાત્રે સૂતા પહેલા તેનો પાઠ કરે જ છે. મંત્રનો બીજો ભાગ આ છે - दूरंङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मे मन: शिव संकल्पमस्तु ll

यज्जाग्रतो दूरमुदैति दैवं – દરેકમાં ઈશ્વરનો વાસ છે. સર્વસ્વ છે.કણેકણમાં છે. પાપની ક્ષણોમાં અને પૂણ્યની ક્ષણોમાં છે -કોઈપણ સંજોગનો નિયંતા એ જ છે.એ જ ક્ષણેક્ષણ આપણી સાથે છે.

મંત્રના બીજા ભાગમાં કહેવામાં આવ્યું છે કે તે જ પ્રકાશની ગતિ છે-પ્રકાશ છે.  એટલે કે, સૂર્ય કરતાં વધુ તેજસ્વી છે, એ વળી કયા સ્વરૂપે? તમારી અંદર, ‘તન મે મન:’ - તે મારું મન છે. 

इन्द्रियाणां मनश्चास्मि

ભગવાન, પ્રકાશનો પ્રકાશ છે --શિવ સંકલ્પમસ્તુ--શિવનો અર્થ છે શુભ, કલ્યાણકારી, તેથી વેદમંત્ર કહે છે કે મારા મનમાં શુભ વિચારો હોવા જોઈએ, તે મારા માટે અને દરેક માટે ફાયદાકારક હોય, વૈદિક ઋષિઓએ ઘણું બધું આપ્યું છે. મનને માન આપો,

ભગવાન કૃષ્ણએ Bhagavad Gita માં પણ આ જ મહત્વ આપ્યું છે इन्द्रियाणां मनश्चास्मि - હું તમારું મન છું, અગિયાર ઈન્દ્રિયોમાં સર્વોચ્ચ.

Bhagavad Gita ના દસમા અધ્યાયમાં, જ્યારે શ્રી કૃષ્ણ તેમની મહાનતાનું વર્ણન કરી રહ્યા છે, ત્યારે તેઓ ફક્ત શ્રેષ્ઠની  જ વાત કરી રહ્યા છે, તેઓ અધમની પણ વાત કરી શકત પણ તે અધમની વાત કરતા નથી.  કારણ કે તેઓ જાણે છે કે તમે પોતે જ અધમ હશો તો ત્યાં તમારું કોઈ નથી. અને તે માટે જ કૃષ્ણની જરૂર છે. તેઓ શ્રેષ્ઠ પસંદ કરે છે,,

વૃક્ષોમાં હું પીપળો છું, કૃષ્ણ  બાવળ પણ કહી શક્યા હોત, બીજી કોઈ સામાન્ય ઝાડી પણ કહી શક્યા હોત, પણ ન કહ્યું, અચલ વસ્તુઓમાં હું હિમાલય છું, તમારા ગામની બહાર આડેધડ ઊગેલા બાવળ પણ કહી શક્યા હોત, પણ ના, તમે એક છો, મનુષ્ય છો. કૃષ્ણને શ્રેષ્ઠ જ ગમે.  

સસ્તા મહાત્માઓ પાસે એક જ કામ છે - સતત ઉપદેશ આપો કે મનને મારી નાખો

ઋષિઑ  છે, દેવો છે, પણ એમાંય જે સર્વોપરી છે એ નારદ જ કૃષ્ણને પ્રિય છે. જે તેમના કરતાં એટલે કે કૃષ્ણથી ય  ઉચ્ચ છે, આજકાલ દરેકને પોતાને ઋષિ કહેવાનો શોખ છે, કૃષ્ણ કોઈ પણ ઋષિનું નામ લઈ શક્યા હોત  , પણ ‘દેવઋષિનામ ચ નારદ’   દેવઋષિઓમાં હું નારદ છું, એટલે કે નારદજી શિખર પર છે.

એમાં પણ જોBhagavad Gita માં તેઓ આયુધનું નામ લેતા હોત તો ગાંડીવ ધનુષનું નામ લીધું હોત, પિનાકનું નામ કેમ લીધું?  તેઓએ સુદર્શન ચક્ર કહ્યું હોત પરંતુ ના, “હું શસ્ત્રોમાં વજ્રજ છું’  એટલે કે ભગવાનને તો આપણને  શ્રેષ્ઠ તરફના પ્રવાસે જ લઈ જવા છે, તમારો હાથ પકડીને તમને ઉપર ખેંચી રહ્યા છે. ઊર્ધ્વ ગતિ તરફ લઈ જઇ રહ્યા છે.

પ્રભુને તો આપણને-વ્હાલા,એ રસના ચાખણહાર કે છાશ તે નવ પીવે રે.. કરવા છે.

મનને મારી નાખો, મનને કાબૂમાં રાખો, મનને કેદ કરો-આ કૃષ્ણની થીયરી નથી

એટલા માટે સસ્તા મહાત્માઓ પાસે એક જ કામ છે - મનને મારી નાખો, મનને કાબૂમાં રાખો, મનને કેદ કરો, , Bhagavad Gita માં કૃષ્ણ મોળી  વાત નથી કરતા, મન ચંચળ છે,અર્જુન પણ ભગવાનને કહે છે" હે કૃષ્ણ, મન ચંચળ છે, તે ઘોડા અને પવનની જેમ શક્તિશાળી અને ઝડપી છે."

વેદોના ઋષિઓએ જ્ઞાનની વાતો કરી છે પણ ભગવાન કૃષ્ણે એક ઉચ્ચ વાત કહી છે કે વ્યક્તિ મનથી કયારે ય મુક્ત થઈ શકે નહીં, એટલે કે મનથી મોક્ષ પ્રાપ્ત કરતા પહેલા, તેને મારવું પડે એ  માટે તમારી પાસે હતાશામાં જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

આના કરતા વધુ સારું છે, વેદ સાંભળો, કૃષ્ણને સાંભળો, તેઓ કહે છે કે જ્યારે આ યોગ, યજ્ઞ, પ્રાણાયામ અને ભક્તિથી શુદ્ધ અને વિશુદ્ધ થશે, ત્યારે તમે પોતે જ દૈવી થશો, તો જ મન પ્રકાશનો ય પ્રકાશ છે,

કૃષ્ણે એટલે જ Bhagavad Gita માં  કહ્યું છે- ઈન્દ્રિયાં મનશ્ચાસ્મિ.

એટલે જ મન ચંગા તો કથારોટમાં ગંગા

આ પણ વાંચો- Reincarnationism-એક વૈશ્વિક સિદ્ધાંતનો ઉઘાડ 

Next Article