ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને હવે માત્ર 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, સરકારે સબસિડી 200 રૂપિયાથી વધારી 300 કરી

મોદી કેબિનેટે બુધવારે (4 ઓક્ટોબર) એક મોટો નિર્ણય લીધો. કેબિનેટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને  હવે 300 રૂપિયાની સબસિડી મળશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ...
04:27 PM Oct 04, 2023 IST | Vishal Dave
મોદી કેબિનેટે બુધવારે (4 ઓક્ટોબર) એક મોટો નિર્ણય લીધો. કેબિનેટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને  હવે 300 રૂપિયાની સબસિડી મળશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી.જેમાં નિર્ણય લેવાયો છે કે.. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને  હવે 300 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.
દિલ્હીમાં ઉજ્જવલા લાભાર્થીઓ હાલમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડર માટે 703 રૂપિયા ચૂકવે છે, જ્યારે તેની બજાર કિંમત 903 રૂપિયા છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણય બાદ તેમને 603 રૂપિયામાં સિલિન્ડર મળશે.
 રક્ષાબંધનના અવસર પર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો હતો
નોંધનીય છે કે આ પહેલા પણ રક્ષાબંધનના અવસર પર સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો હતો. તે સમયે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી વધારીને 400 રૂપિયા કરવામાં આવી હતી. હવે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે.
અન્ય કયા નિર્ણયો લેવામાં આવ્યા ?
કેબિનેટે તેલંગાણામાં વન દેવતાના નામ પર સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ખોલવાની પણ મંજૂરી આપી છે. આ સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી 889 કરોડ રૂપિયાના ખર્ચે ખોલવામાં આવશે. કેબિનેટે કેન્દ્રીય હળદર બોર્ડની રચનાને પણ મંજૂરી આપી છે. પીએમ મોદીએ તેલંગાણામાં પણ આની જાહેરાત કરી હતી.
Tags :
600 rupeesBeneficiarieGas CylinderUjwala Yojana
Next Article