Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ayodhya રામનવમી-આજે કઈ રીતે રામલલાના ભાલે સૂર્યકિરણ તિલક થશે ?

આજની રામનવમી પાંચ સદી બાદ Ayodhya રામનગરી અયોધ્યા માટે ખૂબ જ ખાસ રહેવાની છે. 500 વર્ષ પછી, જ્યારે રામલલા તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન છે, ત્યારે તેમનું સૂર્ય તિલક રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે થશે. અયોધ્યામાં રામ નવમીની તૈયારીઓ તેજ...
ayodhya રામનવમી આજે કઈ રીતે રામલલાના ભાલે સૂર્યકિરણ તિલક થશે
Advertisement

આજની રામનવમી પાંચ સદી બાદ Ayodhya રામનગરી અયોધ્યા માટે ખૂબ જ ખાસ રહેવાની છે. 500 વર્ષ પછી, જ્યારે રામલલા તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન છે, ત્યારે તેમનું સૂર્ય તિલક રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે થશે.

Advertisement

અયોધ્યામાં રામ નવમીની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. આ વખતે રામ નવમી ખૂબ જ ખાસ અને ઐતિહાસિક હશે, જેના માટે હવે રામ મંદિર ટ્રસ્ટે પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. મંગળવારથી દેશભરમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામ નવમીનો તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવશે. આ વખતે ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થયા છે

Advertisement

ભગવાન રામનો સૂર્યના કિરણોથી અભિષેક થશે

Ayodhya પ્રથમ રામ નવમી ખૂબ જ ખાસ હશે, કારણ કે બપોરે બરાબર 12:00 વાગ્યે ભગવાન રામનો સૂર્યના કિરણોથી અભિષેક કરવામાં આવશે. એટલે કે સૂર્ય તિલક કરવામાં આવશે. અને આ સૂર્ય તિલક લગભગ 4 મિનિટ સુધી રામલલાના મુખમંડલને પણ પ્રકાશિત કરશે. આટલું જ નહીં, રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ હાલમાં જ ચેન્નાઈમાં દેશના વૈજ્ઞાનિકો સાથે આ અંગે બેઠક યોજી છે. જે બાદ હવે રામમંદિર પરિસરમાં ઝડપથી કામ શરૂ કરવામાં આવ્યું છે. આગામી રામનવમીના દિવસે ભગવાન રામના મસ્તક પર સૂર્યના કિરણો પડે તે માટે વિવિધ ઉપકરણો લગાવવામાં આવ્યા છે.

Advertisement

500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય જન્મજયંતિ 

500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય જન્મજયંતિ ઉજવવામાં આવશે. બરાબર 12:00 વાગ્યે, સૂર્ય ભગવાન ભગવાન રામના મસ્તક પર અભિષેક કરશે, જેનું ગોળ સૂર્ય તિલક 75 મીમીનું હશે. વૈજ્ઞાનિકોએ તેની તૈયારી પૂર્ણ કરી લીધી છે. 

ભગવાન રામને સૂર્યવંશી માનવામાં આવે છે અને જ્યારે તેમના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે એવી વ્યવસ્થા કરવામાં આવે કે રામનવમીના દિવસે બપોરે 12:00 વાગ્યે સૂર્યના કિરણો સીધુ ભગવાન રામના મસ્તક પર પડે..

રૂરકીના વૈજ્ઞાનિકોએ આ માટે સંશોધન પણ કર્યું છે.

વૈજ્ઞાનિકોએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ-Ayodhya ના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે જ્યારે 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય જન્મજયંતિ મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે ભગવાન રામની  પ્રાણપ્રતિષ્ઠા પછીના પ્રથમ રામનવમીના દિવસે તેમના મસ્તક પર સૂર્ય તિલક લગાવવામાં આવે. . આ સૂર્ય તિલક બપોરે 12.00 કલાકે કરવામાં આવશે. તેના માટે જે સાધન દ્વારા સૂર્યનું તિલક કરવામાં આવે 

પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે ભગવાન રામના કપાળ પર 4 મિનિટ સુધી સૂર્ય તિલક લગાવવામાં આવશે. આ માટે  હવે તેની ટ્રાયલ પણ સફળ થઈ છે. 

આ પદ્ધતિથી સૂર્ય તિલક કરવામાં આવશે

ખાસ વાત એ છે કે આ સૂર્ય તિલક દર વરસે રામ નવમીના દિવસે જ કરવામાં આવશે. આ માટે, વૈજ્ઞાનિકો ભૌતિકશાસ્ત્રની ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમનો ઉપયોગ કરી છે. સૂર્યપ્રકાશ ત્રીજા માળે પ્રથમ અરીસા પર પડશે અને ત્રણ લેન્સ અને અન્ય બે અરીસાઓમાંથી પસાર થયા પછી તે સીધો ગ્રાઉન્ડ ફ્લોર પરના છેલ્લા અરીસા પર પડશે. આ સાથે રામલલાની મૂર્તિના મસ્તક પર સૂર્ય કિરણોનું તિલક કરવામાં આવશે.

આ પણ વાંચો- Gondal BAPS Swaminarayan Temple: ગોંડલ BAPS મંદિર ખાતે પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સેમિનાર યોજાયો 

Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 30 march 2025 : નવરાત્રિના પહેલા દિવસે દુરુધ્રુ યોગનો શુભ સંયોગથી આ રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે

featured-img
ધર્મ ભક્તિ

Chaitra Navratri 2025: આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, ઘટસ્થાપન શુભ મુહૂર્ત સવારે આ સમયે શરૂ થશે

featured-img
ગુજરાત

Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ યોજાઈ

featured-img
ધર્મ ભક્તિ

Chaitri Navratri : દુર્ગાનાં નવ સ્વરૂપોનું વિજ્ઞાન અને રહસ્ય

featured-img
ધર્મ ભક્તિ

Chaitra Amavasya : પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 29 March 2025 : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની સંભાવનાઓ

Trending News

.

×