ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asha Bhosle - સંગીતને કોઈ સીમાડા હોતા નથી

Asha Bhosleએ સાબિત કરી દીધું છે કે સંગીતને કોઈ સીમાડા હોતા નથી. સંગીત ક્યારેય કોઈ દેશ, પ્રાંત, ભાષાનો મોહતાજ નથી હોતું. રાજકારણીઓ કે અમુક તકવાદીઓ પોતાના સ્વાર્થ માટે ભલે ભાષાના નામે સરહદો દોર્યા કરે, પણ સંગીત તો આ બધુ ફાંદી...
05:21 PM May 06, 2024 IST | Kanu Jani

Asha Bhosleએ સાબિત કરી દીધું છે કે સંગીતને કોઈ સીમાડા હોતા નથી. સંગીત ક્યારેય કોઈ દેશ, પ્રાંત, ભાષાનો મોહતાજ નથી હોતું. રાજકારણીઓ કે અમુક તકવાદીઓ પોતાના સ્વાર્થ માટે ભલે ભાષાના નામે સરહદો દોર્યા કરે, પણ સંગીત તો આ બધુ ફાંદી સરહદોની પહેલે પાર જાય છે.

ગુજરાતી ભાષાના ઘણાએ યાદગાર ગીતો નૉન-ગુજરાતી કલાકારોએ ગાયાં 

મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા બાદ રાજકીય દૃષ્ટિએ ઘણું થયું, પણ ગીત-સંગીતને આની સાથે શું લેવા દેવા. આથી જ ગુજરાતી ભાષાના ઘણાએ યાદગાર ગીતો નૉન-ગુજરાતી કલાકારોએ લખ્યા છે, ગાયા છે અને સંગીતબદ્ધ પણ કર્યા છે. સૂરોના મહારાણી Asha Bhosle એ પણ ઘણા ગુજરાતી ગીતો ગાયા છે જે આજે પણ એટલા જ લોકપ્રિય છે.

આશા ભોંસલેના ગાયેલાં આજે પણ કર્ણપ્રિય 

ગુજરાતી ભાષાનું એક ખૂબ જ સરસ ગીત માડી તારું કંકુ ખર્યુ ને સૂર જ ઉગ્યો, છાનું રે છપનું કંઈ થાય નહીં, ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતાં, હું તો ફૂલડા વિણવા ગઈ તી, નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલુ, નવી તે વહુ ના હાથમાં રૂમાલ, મારા પાલવડે બાંધ્યો જશોદાનો જાયો, પિયરિયાને પીપળેથી આવ્યું પારેવડું વગેરેનો સમાવેશ થાય છે. આ ગીત સાંભળીને તમને ક્યાંય નહીં લાગે કે તેઓ મૂળ મરાઠીભાષી હતા.

આશા ભોંસલેનું મોસાળ ગુજરાતમાં 

જોકે આશા ભોસલેના માતા ગુજરાતી હતી. 1927માં તેમનાં પિતાના લગ્ન સેવંતી લાડ સાથે થયા હતા. તેમના સંતાનોમાં ચાર પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. આથી આશા ભોસલે Asha Bhosle પોતાને અડધા ગુજરાતી ગણાવે છે અને ગુજરાત આવે ત્યારે મામાના ઘરે આવી હોય તેવો અનુભવ થાય છે,

આ પણ વાંચો- Tapsi Pannu-પચાસ ફિલ્મો પછી ય હતી ત્યાંની ત્યાં 

Next Article