Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સીબીઆઇનું કેજરીવાલને તેડું, આ મામલે કરવામાં આવી શકે છે પૂછપરછ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ દિલ્હીની નવી દારૂની નીતિને લઈને થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે...
સીબીઆઇનું કેજરીવાલને તેડું  આ મામલે કરવામાં આવી શકે છે પૂછપરછ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ દિલ્હીની નવી દારૂની નીતિને લઈને થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દારુ કૌભાંડના મામલામાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે.

Advertisement

ડેપ્યુટી સીએમ સિસોદિયા હાલ જેલમાં છે

2021માં જ્યારે દિલ્હીની નવી આબકારી નીતિ અમલમાં આવી ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આવકમાં વધારો થશે. જો કે દિલ્હી સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી ગઈ છે. આ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયા હાલ જેલમાં છે.

Advertisement

AAP નેતા સંજય સિંહનું ટ્વીટ

AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે CBIના સમન્સ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'અત્યાચાર ચોક્કસપણે ખતમ થશે. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલના સમન્સને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.

Advertisement

Tags :
Advertisement

.