Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકા મોદીના રંગે રંગાયું અને ઓબામાએ પોત પ્રકાશ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ યાત્રા પર વિશ્વભરની નજર હતી. મોદીસાહેબના કોઈ પણ કાર્યનો અતાર્કિક વિરોધ કરવો એ જાણે ટ્રેન્ડ થઈ ગયો છે. અમેરિકા હોય કે આર્કટિક મોદી વિરોધીઓ રહેવાના જ.અમેરીકા નરેંદ્ર મોદીના રંગે જાણે રંગાઈ ગયું. વિરોધીઓના પેટમાં તેલ રેડાય...
05:53 PM Jun 28, 2023 IST | Vishal Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ યાત્રા પર વિશ્વભરની નજર હતી. મોદીસાહેબના કોઈ પણ કાર્યનો અતાર્કિક વિરોધ કરવો એ જાણે ટ્રેન્ડ થઈ ગયો છે. અમેરિકા હોય કે આર્કટિક મોદી વિરોધીઓ રહેવાના જ.અમેરીકા નરેંદ્ર મોદીના રંગે જાણે રંગાઈ ગયું. વિરોધીઓના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે. આ વખતે બરાક ઓબામાએ પોત પ્રકાશ્યું. રાહુલ ગાંધીની ભાષામાં ઇન્ટરવ્યુ આપ્યું અને ભારતમાં લઘુમતીઓ સલામત નથી,દુ:ખી છે,અત્યાચાર સહન કરે છે એવો બફાટ કર્યો.ભારતના ભાગલા પડશે ત્યાં સુધી કહી દીધું. એ કાળુમામાને ખબર નહીં હોય કે 1947માં ભારતના ભાગલા થઈ જ ગયેલા. હશે, કાળુમામાનું બીજું કોઈ ગણિત હશે.

સોરોસે ઓબામા ફાઉન્ડેશનને ભારે ભરખમ ફંડ આપ્યું છે 

આવો થોડાં કડવાં સત્યો જાણીએ. બરાક ઓબામાએ ઇન્ટરવ્યુ આયોજયું એ ય વડાપ્રધાન નરેંદ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયે જ. ઓબામા ફાઉન્ડેશન ચાલે છે.હજી હમણાં જ સોરોસ તરફથી ચાર મિલિયન ડોલરનું દાન મળ્યું છે. સમજી જાઓ કે લઘુમતીઓના નામે ચરી ખાવાનો ધંધો ઉત્તમ છે. બરાક ઓબામાનું નામ પહેલાં તો જોઇયે.-બરાક હુસેન ઓબામા. પિતા મુસ્લિમ અને માતા ઈસાઈ. ઓબામાના ભાઈઓ(મા અલગ)મુસ્લિમ. બરાક હુસેને ઈસાઈ ધર્મ અપનાવ્યો. એ સિવાય યુએસના પ્રેસિડેંટ બનવું શક્ય નહોતું,એટલે કહી શકાય કે શિરા સાટું શ્રાવક થયા.

ઓબામાના કાર્યકાળ દરમ્યાન સોરોસનો પુત્ર 17 વખત વ્હાઇટ હાઉસ ગયો હતો 

બરાક ઓબામા આઠ વરસ પ્રેસિડેંટ રહ્યા. એમના આ Tenure દરમ્યાન નરેન્દ્ર મોદી સરકાર હટાવવા વિદેશમાં બેઠાં ષડયંત્ર રચનાર જ્યોર્જ સોરોસનો પૂત્ર સત્તર સત્તર વખત વ્હાઇટ હાઉસની મૂલાકાતે ગયેલો. ઓબામા સાથે પ્રેમલાપ કરવા તો સત્તરવાર નહીં જ ગયો હોય. અમેરિકના મીડિયાએ પણ ઓબામાને Dubious Personality ગણાવેલા. US મીડિયા મુજબ તો "He has very clear affilliatiation for Islam and Islamic."

આઠ વરસ દરમ્યાન એમના એક પણ વક્તવ્યમાં "ઈસ્લામિક ટેરર' શબ્દ નહોતો વાપર્યો.

ઓબામાએ એમના બબ્બે કાર્યકાળ દરમ્યાન એટ્લે કે આઠ વરસ દરમ્યાન એમના એક પણ વક્તવ્યમાં "ઈસ્લામિક ટેરર' શબ્દ નહોતો વાપર્યો. આ વાત ખાસ નોંધવા જેવી છે. જ્યારે આખું વિશ્વ જાણતું હોય કે-Islamic terror is the biggest problem of world ત્યારે અમેરિકા જેવી મહાસત્તાનો પ્રેસિડેંટ ચૂપ રહી પરોક્ષ રીતે સમર્થન આપે?

ઓબામાએ ચીનને પોષ્યુ હતું 

સમાન્ય રીતે યુએસના પ્રેસિડેન્ટ કોઈ પણ વ્યક્તિની અંતિમક્રિયામાં જતા નથી પણ કિંગ સલમાનની અંતિમક્રિયામાં સાઉદી અરેબિયામાં ખાસ હજાર રહેલા.ઓબામાના કાર્યકાલ દરમ્યાન ઈઝરાયેલના વડા બેંજામિન નેત્ન્યાહુને હેરાન પરેશાન કરવામાં કઇં બાકી રાખ્યું નહોતું કારણ યહુદીઓને એ સખત ધિકકારતા.ઇસ્લામ યહુદીઓને ધિક્કારે જ. અમેરીકામાં રહેલ જ્યુ વેપારીઓ,ધંધાદારીઓને પણ પરેશાન કરેલ. જ્યારે ચીનને પરોક્ષ રીતે પોષ્યું હતું .કોઈ અમેરિકન નાગરિકને ચીનમાં ધંધા રોજગાર કરવા માટે ખાસ આર્થિક પેકેજ આપેલ. ચીનને તો આટલું જ જોઇયે.ચીન આજે 'અમેરિકા કી ગલે કી હડ્ડી' બની ગયું. યાદ રહે પ્રેસિડેંટ નિકસને કહેલું? " Let them consume opium and sleep. એ જાગશે તો અમેરિકા માટે જોખમ બની જશે." બસ ઓબામામે આજ રીતે પાકિસ્તાનને લશ્કરી અને આર્થિક એમડીડી કરી તો ભારત સાથે ન્યુક્લિયર સપ્લાય માટે બ્લોક કરવાની કોશિશ કરી. આમ પાકિસ્તાનની તંગડી વહેંત ઊંચી કરી દીધી.

ભારતમાં હિન્દુઓ પછી સૌથી મોટી સંખ્યા મુસલમાનોની 
આજ મિસ્ટર બરાક હુસેન ઓબામા ઉર્ફે બરકત હુસેન ઓબામા ભારત આવ્યા ત્યારે બાળકોનો એક ખાસ કાર્યક્રમ રખાયેલો જેમાં એમણે બાળકોને ઇસ્લામ વિષે જ્ઞાન આપેલું.ટૂંકમાં ઓબામા લઘુમતીઓના બહાને ખાસ વર્ગની વાત કરે એ સ્વાભાવિક છે, અને એ ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જાય ત્યારે જ તે વાત નોંધવા જેવી છે. ઓબામાને મોદીજીના આની વિરોધીઓની સાથે કોઈ તો કહો કે-ભારતમાં મુસ્લિમો હિન્દુઓ પછી સૌથી વધુ સંખ્યા વાળી કોમ છે એને લઘુમતી કહી ભ્રષ્ટમતિનો પૂરાવો ન આપીએ. પારસી,શીખ,જૈન,યહૂદી જેવી કોમ જે લઘુમતી મોટેભાગે ખુબજ સમૃધ્ધ છે.

વિરોધીઓ વામણા લાગે છે 

હેમંત બિશવા શર્માનું એક સ્ટેટમેન્ટ નોંધવા જેવું છે-ઐસે તો કઈ ઓબામા ભારત મેં હૈ.પહલે ઇન સે નિપટે બાદ મેં બહાર કે ઓબામા સે નિપટેંગે. નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ સાવ અનોખુ છે. વિરોધ કરનાર સહેજ પણ વિવેકબુધ્ધિ વાપરે તો ય ઘણું પણ મોદી વિરોધમાં એ ઓબામાની જેમ સાવ વામણા લાગે છે.

Tags :
AmericablameminoritiesmodiMuslimsObama
Next Article