Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ અધ્યક્ષ બાદ પ્રિયંકા ગાંધી પણ કોરોનાગ્રસ્ત

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી બાદ હવે પ્રિયંકા ગાધી પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ થયાના એક દિવસ બાદ, પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વીટ કર્યું કે, તેઓ પણ હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ થયા છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બાદ તેમની પુત્રી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકાà
06:28 AM Jun 03, 2022 IST | Vipul Pandya
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી બાદ હવે પ્રિયંકા ગાધી પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ થયાના એક દિવસ બાદ, પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વીટ કર્યું કે, તેઓ પણ હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ થયા છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બાદ તેમની પુત્રી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમના ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, "મેં હળવા લક્ષણો સાથે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. તમામ પ્રોટોકોલનું પાલન કરીને મેં પોતાને ઘરે ક્વોરેન્ટિન કરી છે. જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું તમામ જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરીશ."

ગુરુવારે, સોનિયા ગાંધી કોવિડ પોઝિટિવ થયા બાદ પ્રિયંકા ગાંધી તેમની લખનૌની મુલાકાતને ટૂંકી કરી દીધી હતી અને દિલ્હી પરત ફર્યા હતા. જોકે, આ સમયપત્રકમાં અચાનક થયેલા આ ફેરફાર માટે કોઇ કારણ આપવામાં આવ્યું નથી. લખનૌમાં બે દિવસીય બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પુનરુત્થાનની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવવાની હતી. મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે સાંજે હળવો તાવ આવ્યો હતો અને ગુરુવારે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જે પછી તેમને પોતાને ક્વોરન્ટિન કરી દીધા હતા. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આપી હતી. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી ગયા અઠવાડિયે ઘણા નેતાઓને મળ્યા હતા અને તેમાંથી કેટલાક કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. વળી સોનિયા ગાંધીના કોવિડ પોઝિટિવના સમાચાર મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ ગુરુવારે ટ્વીટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. 
આ પણ વાંચો - કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ
Tags :
CongresscoronapositiveCoronaVirusCovid19CovidReportGujaratFirstpriyankagandhiSoniaGandhi
Next Article