ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાહુલ ગાંધી પાસે માત્ર ₹ 55,000ની રોકડ-Affidavit of Rahul Gandhi

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાહુલ ગાંધીએ સોગંદનામું આપ્યું છે, જેમાં હાલના તબક્કે 55,000 રુપિયાની રોકડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ આવક 1.02...
10:55 AM Apr 04, 2024 IST | Kanu Jani

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાહુલ ગાંધીએ સોગંદનામું આપ્યું છે, જેમાં હાલના તબક્કે 55,000 રુપિયાની રોકડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ આવક 1.02 કરોડ હતી.

રાહુલ ગાંધીએ રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમના નામે બેંકમાં 26.65 લાખ રુપિયાની ડિપોઝિટ છે, જ્યારે શેરબજારમાં 4.33 કરોડનું રોકાણ છે. રાહુલ ગાંધીએ મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું રોકાણ છે, જ્યારે સોવરેન ગોલ્ડ બોન્ડમાં 15.1 લાખ રુપિયા છે. ઉપરાંત, કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધી પાસે 4.2 લાખ રુપિયાની જ્વેલરી છે.

આ ઉપરાંત, રાહુલ ગાંધીના નામે એનએસએસ, પોસ્ટલ સેવિંગ અને ઈન્શયોરન્સ પોલીસમાં લગભગ 61.52 લાખ રુપિયાની ડિપોઝિટ છે. રાહુલ ગાંધીની પાસે કુલ સંપત્તિ 20.38 કરોડની છે. જોકે, રાહુલ ગાંધી પાસે 49.79 લાખનું દેવું પણ છે. અહીં એ જણાવવાનું કે રાહુલ ગાંધીએ 2004માં ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમની પાસે કુલ 55 લાખની સંપત્તિ હતી.

2019માં લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ પંદર કરોડની છે, જ્યારે તેમના પર 72 લાખની લોન હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં લગભગ પાંચ કરોડનો ફાયદો થયો છે.

ઉલ્લેખનીય છે કે વાયનાડથી બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 2019માં મોટા માર્જિનથી ચૂંટણી જત્યા હતા. ઉમેદવારીપત્ર નોંધાવ્યા પહેલા રાહુલ ગાંધીએ રોડ શો કર્યો હતો, ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતા.

આ પણ વાંચો: Lok Sabha Election : કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું, કહ્યું- પાર્ટી ખોટી દિશામાં આગળ વધી રહી છે… 

Next Article