Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ATGL એ CNG, PNGના ભાવમાં ઘટાડો કર્યો, જાણો નવી કિંમત

અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹8.13 સુધીનો ઘટાડો કર્યો છે અને એ જ રીતે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ ₹5.06 સુધીનો ઘટાડો કર્યો છે. સંશોધિત નવી કિંમત 8...
atgl એ cng  pngના ભાવમાં ઘટાડો કર્યો  જાણો નવી કિંમત
Advertisement

અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹8.13 સુધીનો ઘટાડો કર્યો છે અને એ જ રીતે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ ₹5.06 સુધીનો ઘટાડો કર્યો છે. સંશોધિત નવી કિંમત 8 એપ્રિલના રોજ સવારે 12 વાગ્યાથી અમલમાં આવશે.

Advertisement

કેબિનેટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કર્યાના એક દિવસ પછી આ ઘટાડો સામે આવ્યો છે. ભાવ નિર્ધારણની નવી સિસ્ટમથી CNG, PNG ખર્ચમાં ઘટાડો કરશે તેવું માનવામાં આવે છે.
કેન્દ્ર સરકારે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી
કેન્દ્ર સરકારે તેમની કિંમતો નક્કી કરવા માટે એક નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે આ ફોર્મ્યુલાથી CNG અને PNGની કિંમતોમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. મતલબ, ધારો કે કિંમત રૂ. 80 છે, તો હવે તે 10% ઘટીને રૂ.72 થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, સ્થાનિક ગેસના ભાવ હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવ્યા છે. હવે ઘરેલું ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના 10 ટકા હશે.
  • આ પગલાથી પીએનજીની કિંમતમાં 10 ટકાનો ઘટાડો થશે અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ની કિંમતમાં 6 ટકાથી 9 ટકાનો ઘટાડો થશે, એમ ઓઇલ સેક્રેટરી પંકજ જૈને આજે જણાવ્યું હતું. આ ફેરફારની જાહેરાત કરવા માટે સરકાર આવતીકાલે નોટિફિકેશન બહાર પાડશે અને આ નિર્ણય શનિવારે અમલમાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Advertisement

.

×