ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનામાં રાહત, રાજ્યમાં આજે કુલ 61 કેસ નોંધાયા, એકપણ મોત નહીં

રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે. આજે ગુજરાતમાં કોરોના કુલ 61 કેસ નોંધાયા છે. તો તેની સામે 186 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,11,273 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 96,289 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.  હાલ રાજ્યમાં કુલ 984 એક્ટિવ કેસ છે. àª
03:11 PM Mar 05, 2022 IST | Vipul Pandya

રાજ્યમાં
કોરોના વાયરસના કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે. આજે ગુજરાતમાં કોરોના કુલ 61 કેસ
નોંધાયા છે. તો તેની સામે 186 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં
કુલ 12,11,273 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ
99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે
96,289 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


હાલ રાજ્યમાં કુલ 984 એક્ટિવ કેસ છે. જેમાંથી
8 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે
976 દર્દીઓ સ્ટેબલ છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10934 લોકોના કોરોનાના પગલે
મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે
આજે કોરોનાને કારણે એક
પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં
25, વડોદરા કોર્પોરેશન 9, ડાંગ 6, વડોદરા 5, બનાસકાંઠા 3, ગાંધીનગર-રાજકોટમાં 2-2, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરત કોર્પોરેશન અને
તાપીમાં
1-1  કેસ નોંધાયા છે. 


બીજી તરફ રસીકરણના
મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે
18 વર્ષથી વધારેની ઉંમરના
9214 અને 39688નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1974 ને રસીનો પ્રથમ 33111 ને રસીનો બીજો ડોઝ
અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત
12302 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આજના દિવસમાં
કુલ
96,289 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,33,89,310 કુલ ડોઝ અપાઇ ચુક્યા
છે.
 

Tags :
CoronaUpdatesCoronaVirusGujaratCoronaGujaratFirstGujaratVaccination
Next Article