ઐતિહાસિક સ્પીચ બાદ વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર, મુકેશ અંબાણી, આનંદ મહિંદ્રા સહિત 400 જેટલી હસ્તીઓ રહી ઉપસ્થિત
યૂએસ કોંગ્રેસમાં અદભૂત સ્પીચ આપીને વડાપ્રધાન મોદી સ્ટેટ ડિનર માટે ફરીએકવાર વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઇડેન દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. વડાપ્રધાનને રેડ કાર્પેટ સ્વાગત આપવામાં આવ્યું હતું.
પીએમ મોદી છેલ્લા ઘણા સમયથી બાજરીની ખેતરી અને ભોજનમાં તેને શામેલ કરવા પર ભાર મુકતા આવ્યા છે જેને લઇને તેમના ભોજનમાં અનેક વિદેશી વાનગીઓની સાથે બાજરીમાંથી બનેલી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીને પીરસવામાં આવેલા સ્ટેટ ડિનરમાં ફર્સ્ટ કોર્સ ભોજનમાં મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસનો સમાવેશ થાય છે. જ્યારે મેઇન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો શામેલ છે. આ સિવાય સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશનો પણ સમાવેશ થાય છે.
પીએમ મોદીના સ્ટેટ ડિનર માટે પીરસવામાં આવતી વાનગીઓનું મેનું ફર્સ્ટ લેડી જીલ બાયડને ગેસ્ટ શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુઝી મોરિસન સાથે મળીને તૈયાર કર્યું હતું
આ પણ વાંચો : AMTS-BRTSના નવા દર જાહેર, 1 જુલાઈથી થશે અમલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.