Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાનો નવો વેરિયન્ટ તમને દર મહિને એકવાર કરશે સંક્રમિત, જાણો

કોરોના વાયરસનું જોખમ આજકાલનું નહીં પણ છેલ્લા લગભગ 3 વર્ષથી છે. આ વાયરસ જવાનું નામ જ લેતો નથી. અત્યાર સુધીમાં તેના અનેક વેરિએન્ટ આવી ચૂક્યા છે. દરેક વેરિએન્ટ અન્ય કરતા અલગ હોય છે. હાલમાં જ કોવિડ-19નો એક નવો વેરિએન્ટ પકડમાં આવ્યો છે. જેનું નામ Omicron BA.5 છે. અમેરિકાના એક્સપર્ટે તેના પર સ્ટડી કરતા જે ખુલાસો કર્યો તે ખુબ ચોંકાવનારો છે. તેમનું કહેવું છે કે આ વેરિએન્ટ દર મહિને માણસને પોતાની ઝપેટàª
કોરોનાનો નવો વેરિયન્ટ તમને દર મહિને એકવાર કરશે સંક્રમિત  જાણો

કોરોના વાયરસનું જોખમ આજકાલનું નહીં પણ છેલ્લા લગભગ 3 વર્ષથી છે. આ વાયરસ જવાનું નામ જ લેતો નથી. અત્યાર સુધીમાં તેના અનેક વેરિએન્ટ આવી ચૂક્યા છે. દરેક વેરિએન્ટ અન્ય કરતા અલગ હોય છે. હાલમાં જ કોવિડ-19નો એક નવો વેરિએન્ટ પકડમાં આવ્યો છે. જેનું નામ Omicron BA.5 છે. અમેરિકાના એક્સપર્ટે તેના પર સ્ટડી કરતા જે ખુલાસો કર્યો તે ખુબ ચોંકાવનારો છે. તેમનું કહેવું છે કે આ વેરિએન્ટ દર મહિને માણસને પોતાની ઝપેટમાં લઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ ચેતવણી ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાના તમામ લોકોને આપી છે. આવો આ વેરિએન્ટ વિશે વિસ્તારથી જાણીએ.

Advertisement

Omicron BA.5 અંગે તજજ્ઞો કહે છે કે આ નવો વેરિએન્ટ ગત અન્ય વેરિએન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે. જ્યાં પહેલા એકવાર કોરોના પોઝિટિવ થયા બાદ લોકોને આ વાયરસથી ઈમ્યુનિટી મળી રહી હતી ત્યાં આ મામલે હવે એવું નથી જોવા મળી રહ્યું. નવો વેરિએન્ટ ગણતરીના અઠવાડિયાઓમાં વારંવાર પીડિતને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. તેના મ્યુટેન્ટથી વધુ ફેલાવાના લક્ષણ મળ્યા છે.

Advertisement

Advertisement

ઝડપથી ફેલાવવાના જોખમ વચ્ચે આ વેરિએન્ટની એક ખાસ વાત એ છે કે તે જીવલેણ નથી. ઓસ્ટ્રેલિયાના ચીફ હેલ્થ ઓફિસર એન્ડ્રુ રોબર્ટસને આ વેરિએન્ટ વિશે કહ્યું છે કે પહેલા એવું કહેવાતું હતું કે જે લોકોને રસી લાગી છે તેમને કોરોના પ્રભાવિત કરશે નહીં. પરંતુ એવું નથી. આવા લોકો પણ સંક્રમિત થવા લાગ્યા છે. આ વેરિએન્ટની સાથે સારી વાત એ છે કે તે જીવલેણ નથી. તેનાથી પીડિત થવા પર થોડા દિવસ ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે પરંતુ પછી માણસ સાજો થવા માંડે છે.

Tags :
Advertisement

.