Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લો બોલો, હવે તો મુસ્લિમ દંપતિ ગૌરક્ષક બન્યું, વાંચો અહેવાલ

ગૌ હત્યાનો ગુજરાતમાં કડક કાયદો (Cow Slaughter Act Gujarat) બન્યો હોવાનો લાભ કેટલાક અસામાજિક તત્વો બેફામ લઈ રહ્યાં છે. પશુ પરિવહન (Animal Transport) કરતા અનેક ટ્રાન્સપોર્ટર તેમનો શિકાર પણ બને છે. રાજ્યભરમાં હિન્દુત્વ (Hindutva) ના નામે ગૌરક્ષકો (Cow Guard) બનીને...
લો બોલો  હવે તો મુસ્લિમ દંપતિ ગૌરક્ષક બન્યું  વાંચો અહેવાલ

ગૌ હત્યાનો ગુજરાતમાં કડક કાયદો (Cow Slaughter Act Gujarat) બન્યો હોવાનો લાભ કેટલાક અસામાજિક તત્વો બેફામ લઈ રહ્યાં છે. પશુ પરિવહન (Animal Transport) કરતા અનેક ટ્રાન્સપોર્ટર તેમનો શિકાર પણ બને છે. રાજ્યભરમાં હિન્દુત્વ (Hindutva) ના નામે ગૌરક્ષકો (Cow Guard) બનીને ફરતા કેટલાંક કપટી તત્વો (Insidious Elements) પોલીસ અને તંત્રની મીલીભગતથી મોટાપાયે લૂંટ (Loot) ખંડણી (Extortion) અને હપ્તા રેકેટ (Bribery Racket) ચલાવી રહ્યાં છે. અમદાવાદ શહેરના છેવાડે બનેલી એક ઘટનાએ બનાવટી ગૌરક્ષકોની પોલ ઉઘાડી પાડી છે. આ મામલે અમદાવાદ શહેરમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station Ahmedabad City) ના ચોપડે ફરિયાદ નોંધાઈ છે. હિન્દુ ગૌરક્ષકો તો આપે અનેક જોયા-જાણ્યા હશે, પરંતુ મુસ્લિમ ગૌરક્ષકના સમાચાર કદાચ આપ પહેલીવાર વાંચશો.

Advertisement

શું છે ફરિયાદરાજસ્થાનના જાલોર (Jalore Rajasthan) જિલ્લાના સાબીરખાન સિંધેએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત ચાર શખ્સો સામે FIR નોંધાવી છે. ફરિયાદ અનુસાર સાબીરખાન ટ્રકમાં 170 જેટલાં ઘેટા-બકરા લઈને અમદાવાદ રાણીબ બકરા મંડી ખાતે વેપાર અર્થે આવી રહ્યાં હતા. ફરિયાદ અનુસાર તેમની પાસે ઘેટા-બકરાના પરિવહનનું લાયસન્સ પણ હતું. ગત શનિવારે વહેલી પરોઢના પાંચ વાગે ચાંદખેડા-ઝુંડાલ સર્કલ (Chandkheda Zundal Circle) ખાતે સાબીરખાન પહોંચ્યા ત્યારે એક એક્ટિવા ચાલકે ટ્રકને રોકી હતી. નજીક રહેલી એક કારમાં બેસેલી એક મહિલા અને બે પુરૂષો પૈકી ટી-શર્ટ પહેરેલો એક શખ્સ સાબીરખાન પાસે આવ્યો અને 'અમે ગૌરક્ષક છીએ. તમારી ગાડીમાં ગેરકાયદેસર ઘેટા-બકરા લઈ જાઓ છે.' તેમ કહી ગાળો બોલી સાબીરખાનને ટ્રકમાંથી નીચે ઉતરાવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. ત્યારબાદ કારમાંથી ઉતરેલી મહિલાએ પણ 'અમો ગૌરક્ષક છીએ. તમારી ગાડીમાં તમે ગેરકાયદેસર રીતે પશુઓ કતલખાને લઈ જાઓ છો. અમે તમારા પર ખોટો કેસ કરીને અંદર કરાવી દઈશું' તેમ કહી ધમકાવ્યા હતા અને 'અહીંથી જવું હોય તો ઓળખીતાને બોલાવી 5 લાખ રૂપિયા આપી દો.' દરમિયાનમાં એક શખ્સે ટ્રકની કેબિનમાં ચઢી જઈ ચાવી કાઢી લઈ સાબીરખાનને બળજબરીથી નીચે ઉતાર્યા હતા. ટ્રક ડ્રાઈવરને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સાબીરખાને તુરંત રૂપિયા 25 હજાર જેટલી રકમ તે શખ્સને આપી દીધી હતી. ફરિયાદમાં આરોપીઓ તરીકે આબેદામેમ (Aabeda) સાબીર શેખ (Sabir Shaikh) ઉજેફા તિરમીઝી (Ujefa Tirmizi) અને અજાણ્યા શખ્સનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે આરોપી સામે લૂંટ, માર મારવો, ગાળો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવાની કલમ હેઠળ 24 કલાક બાદ FIR નોંધી છે.

Advertisement

કેમ નામ સાથે નોંધાઈ FIRરાજસ્થાનમાં ઘેટા-બકરા ઉછેરી અમદાવાદમાં દર મહિને ટ્રકમાં વેચાણ માટે લાવતા સાબીરખાનની ફરિયાદમાં આરોપીઓના નામ કેવી રીતે આવ્યા તે એક મોટો સવાલ છે. ગત શનિવારે વહેલી પરોઢના બનેલી ઘટના દરમિયાન આરોપીઓ એકબીજાને નામથી બોલવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરી રહ્યાં છે. મહિલા સાથે આવેલા શખસો તેમને આબેદામેમ કહીને સંબોધતા હતા. આબેદામેમ નામની મહિલાએ તેમની સાથે આવેલા ત્રણ શક્સો પૈકી એકનો પરિચય પતિ સાબીર શેખ તરીકે આપતો હતો. જ્યારે ડ્રાઈવર સાબીરખાનને ટ્રકમાંથી નીચે ઉતારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સને તેના સાથીઓ ઉજેફા તિરમીઝી કહીને બોલાવતા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આબેદા અને તેનો પતિ સાબીરે કરોડોની જમીનના વિવાદમાં ચાંદખેડા પોલીસને બદનામ કરવાનો કારસો રચ્યો હતો.

Advertisement

ગૌ રક્ષક-પોલીસની હત્યા કેમ થઈગૌવંશની કતલના ધંધામાં દારૂના વેપાર કરતા પણ વધુ નફો છે અને એટલે જ કસાઈઓ ગૌરક્ષકોની હત્યા કરતા ખચકાતા નથી. ગુજરાતમાં અનેક ગૌરક્ષકોની હત્યા થઈ ચૂકી છે. વર્ષ 1993ની 27મી ઓગસ્ટે ગૌરક્ષક ગીતાબહેન રાંભિયા (Gitaben Rambhiya) ની અમદાવાદના આંબાવાડી સર્કલ (Ambawadi Circle Ahmedabad) પાસે જાહેરમાં હત્યા કરી દેવાઈ હતી. ગીતાબહેનની હત્યા બાદ તેમના નામે બબ્બે ટ્રસ્ટ બનાવી તેમના પતિ અને પરિવારજનો પ્રવૃત્તિ ચલાવી રહ્યાં છે. 90ના દાયકામાં અનેક ગૌરક્ષકો પર કસાઈઓ જીવલેણ હુમલા કરી ચૂક્યા છે. રાજ્યની વાત કરીએ તો, ગૌરક્ષકોની હત્યા અને તેમના પર થયેલા હુમલાની સંખ્યા કલ્પના બહાર છે. અત્રે નોંધનીય છે કે, ડિસેમ્બર-2006માં અમદાવાદ શહેર (Ahmedabad City) ના પોલીસ જવાન જુજારસિંહ ચાવડા (Police Man Jujarsinh Chavda) ની ગૌવંશની હેરફેર કરનારા ડ્રાઈવરે પકડાઈ જવાના ડરે ટ્રક ચઢાવી દઈ હત્યા કરી નાંખી હતી. પોલીસ પર કસાઈઓના હુમલાના તો અનેક કિસ્સાઓ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે.મુસ્લિમો પણ બની ગયા ગૌ રક્ષકઅમદાવાદ શહેરથી લઈને રાજ્યભરના અનેક શહેર અને ગામે ગામ ગૌરક્ષકો ફૂટી નીકળ્યા છે. કેટલાંક કહેવાતા ગૌરક્ષકો તો BJP, વિશ્વ હિન્દુ પરિષદ (Vishv Hindu Parishad) અને બજરંગ દળ (Bajarang Dal) ના નામે વધુ પ્રભાવ પાડી લાખો રૂપિયાના હપ્તા નિયમિત મેળવી રહ્યાં છે. આ હપ્તા રેકેટની જાણકારી કેટલાંક ચોક્કસ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પાસે છે. ગૌરક્ષકના નામે હપ્તા અને ખંડણી મળતી હોવાથી હવે ઈમાન-ધર્મ વિનાના મુસ્લિમ સમાજના કેટલાંક તત્વો પણ આ રેકેટમાં જોડાઈ જઈ પોતાના ધર્મના જ પશુ વેપારીઓ (Cattle Trader) નો આર્થિક શિકાર કરવામાં લાગી ગયા છે.
બાતમીના નામે હપ્તા રેકેટઅમદાવાદ સહિતના શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના નામે કહેવાતા ગૌભક્તો ગૌરક્ષક બની બેઠા છે. ધર્મ સંસ્થાઓની આડમાં કહેવાતા ગૌરક્ષકો મહિને લાખો રૂપિયા હપ્તા પેટે ઉઘરાવી રહ્યાં છે. ગેરકાયદેસર ગૌવંશની કતલ કરતા કસાઈઓ સાથે પણ આ ગૌભક્તોની સાંઠગાંઠ છે. કસાઈ દ્ધારા મંગાવાતા ગૌવંશની માહિતી પોલીસ (Police Informer) ને આપવી કે નહીં આપવી તે હપ્તાના આધારે કહેવાતા ગૌભક્તો નક્કી કરે છે. એક કસાઈના ઈશારે બીજા કસાઈના ગૌવંશની બાતમી પોલીસને આપી કેસ કરાવવા પેટે પણ ખૂબ મોટી રકમ નકલી ગૌભક્તો (Fake Cow Devotees) મેળવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement

.