Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક મીથીહાસ-રામ’ એક કાલ્પનિક પાત્ર છે

રામમંદિર દેશભરમાં ‘રામમંદિર’ મહોત્સવનું વાતાવરણ ગુંજી રહ્યું છે. રામના નામે પથરા તર્યા એ ઇતિહાસ કે મિથિયાસ ભલે કહેવાય, પણ રામના નામે આપણા દેશમાં અનેક સરકારો તરી ગઈ છે જે આપણી નજર સામે છે, પણ આપણે રાજકારણના ‘રામ’ની વાત નથી કરવી,...
એક  મીથીહાસ રામ’ એક કાલ્પનિક પાત્ર છે

રામમંદિર
દેશભરમાં ‘રામમંદિર’ મહોત્સવનું વાતાવરણ ગુંજી રહ્યું છે. રામના નામે પથરા તર્યા એ ઇતિહાસ કે મિથિયાસ ભલે કહેવાય, પણ રામના નામે આપણા દેશમાં અનેક સરકારો તરી ગઈ છે જે આપણી નજર સામે છે, પણ આપણે રાજકારણના ‘રામ’ની વાત નથી કરવી, લોકહૈયામાં વસેલા રામની વાત કરવી છે. સદીઓથી જે આરાધ્યદેવ તરીકે પૂજાઈ રહ્યા છે, શંકર ભગવાન પણ જેમની સ્તુતિ કરતાં થાકતા નથી એ રામની વાત કરવી છે.

Advertisement

સવાલ ફક્ત એ છે કે આટલા વખતથી નહીં ને હવે, આજે શું કામ કરવી છે

દેશ અને દુનિયામાં અનેક પ્રકારનાં પ્રદૂષણો ફેલાઈ રહ્યાં છે અને ઉપાયો પર ચર્ચાવિચારણા થઈ રહી છે, પરંતુ આપણા દેશમાં આજે રામ નામ પર, સનાતન ધર્મ પર પ્રદૂષણનાં જે ઘનઘોર વાદળો ઘેરાઈ રહ્યાં છે એ તરફ લોકોનું ધ્યાન બહુ ગયું નથી એ ચિંતાનો વિષય છે. સકળલોકમાં સહુ જેને વંદે છે એવા રામના અસ્તિત્વ વિશે જ જ્યાં શંકા સેવાઈ રહી છે, મીડિયાનાં દરેક માધ્યોમોમાં એક વ્યવસ્થિત ઝુંબેશ ચાલી રહી છે એ માટે સમસ્ત સનાતનીઓએ જાગી જવાની તાતી જરૂર ઊભી થઈ છે.

Advertisement

કેટલાંક અ-સનાતનીઓ ચોરે ને ચૌટે એક પ્રચાર ઝુંબેશ ચલાવી રહ્યા છે કે ‘રામ’ એક કાલ્પનિક પાત્ર છે, એ ઐતિહાસિક પાત્ર છે જ નહીં. એનો કોઈ ઇતિહાસ નથી, મિથિયાસ છે. ચાલો, તેમની એ માન્યતા તેમને મુબારક, પરંતુ જે પ્રકારના દાખલા-દલીલો કરે છે એનાથી ખરેખર ચોંકી-ચેતી જવા જેવું છે.

ઘણી વાર બાળકોને સવાલ પુછાયો છે કે રામના પિતાનું નામ શું છે? ૧૦૧ ટકા જવાબ મળ્યો હશે, ‘રાજા દશરથ.’ અ-પ્રચારકોને આ જવાબ અર્ધસત્ય લાગે છે, તેઓ રાજા દશરથને રામના પિતા તરીકે નહીં, પાલકપિતા તરીકે ઓળખાવે છે, કારણ કે રામજન્મની કથા જ એવી ચમત્કારિક છે...

Advertisement

રાજા દશરથે એક વાર અરીસામાં જોયું ને ધોળા વાળ જોઈને ચોંકી ગયા. વધતી ઉંમર ચાડી ખાવા માંડી, ત્રણ-ત્રણ સુંદર રાણીઓ હોવા છતાં વારસદારનો અભાવ મનમાં ખટકવા લાગ્યો. તાત્કાલિક તેમણે ‘પુત્ર કામેષ્ટિક યજ્ઞ’ કરવાનો નિશ્ચય કરી લીધો. યજ્ઞની વેદીમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા, ખીરનો એક વાટકો દશરથને અર્પણ કરતાં કહ્યું, ‘વત્સ, ત્રણે રાણીઓને આમાંથી થોડી-થોડી ખીર ખવડાવી દેજો, યથા સમયે પરાક્રમી પુત્રરત્નો પ્રાપ્ત થશે’ અને રામ-લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનો જન્મ થયો.

આમ રામનો જન્મ સ્ત્રી-પુરુષના સમાગમથી નહીં, ચમત્કારિક રીતે થયો. અહીં વિજ્ઞાન ઊણું ઊતર્યું. ચમત્કાર બળવાન બન્યો એ કારણ આજના જમાનાના લોકોને કાલ્પનિક લાગે એ વાત સ્વાભાવિક છે. રાજા દશરથને પિતા તરીકે નહીં, પણ પાલકપિતા તરીકે ગણે તો સામે દલીલ કરનારાના દરવાજા બંધ થઈ જાય છે. જોકે રામાયણ-મહાભારતમાં અસંખ્ય પાત્રોના જન્મ ચર્ચાસ્પદ રહ્યા છે, ખુદ વેદ વ્યાસનો જન્મ પણ; દ્રૌપદી, દ્રોણ, કૌરવો, પાંડવો, કર્ણ સહિત.

જમાનો કળયુગનો છે, ત્રેતાયુગનો નથી. આજે વિજ્ઞાનનું આધિપત્ય છે. દરેક વાત પ્રમાણ માગે છે. માત્ર રામજન્મ જ નહીં, રામના પૂર્વજોનો ઇતિહાસ પણ ચમત્કારોથી ભરપૂર છે, તર્કથી કોઈ રીતે તોળી શકાય એમ નથી અને એ જ કારણે અહીં હું રામના પૂર્વજોની થોડી ઝાંકી કરાવવા માગું છું. વાચકો માટે રસપ્રદ અને વિચારકો માટે ચર્ચાસ્પદ રહેશે.

રાક્ષસોના ત્રાસમાંથી છોડાવવા જયારે વિશ્વામિત્ર દશરથ રાજા પાસેથી રામ-લક્ષ્મણને લઈ ગયા ત્યારે રસ્તામાં તેઓ રામ-લક્ષ્મણને તેમના પૂર્વજોનો ઇતિહાસ સંભળાવે છે. અયોધ્યામાં રાજા સગરનું રાજ હતું. તેને બે પત્ની હતી, પણ કોઈ સંતાન નહોતું. સંતાનપ્રાપ્તિ માટે તેણે હિમાલય જઈ ભૃગુશિખર પર ૧૦૦ વર્ષ તપ આદર્યું. મુનિભૃગુએ પ્રસન્ન થઈ વરદાન આપતાં કહ્યું, ‘તારી મોટી પત્નીને એક પુત્ર પ્રાપ્ત થશે અને નાની પત્નીને ૬૦,૦૦૦!! સમય જતાં કેશનીએ અસમંજસ નામના પુત્રને જન્મ આપ્યો અને સુમતિને કૂખે એક ભૃણપિંડ અવતર્યો, જેના ૬૦,૦૦૦ ટુકડા કરી ઘી ભરેલા માટલામાં રાખ્યા અને ૬૦,૦૦૦ પુત્રો અવતર્યા!! (આ વૃતાંત્ત વાલ્મીકિ રામાયણના બાલકાંડ વર્ગ ૩૮થી ૪૪માં છે.)

અસમંજસ ક્રૂર, ઘાતકી, નિર્દય નીકળ્યો. નગરનાં નાનાં બાળકોને નદીમાં ડુબાડવામાં તેને ખૂબ આનંદ આવતો. રાજા સગરે ત્રાસીને તેને રાજ્યની બહાર તગેડી મુક્યો. અસમંજસને એક પુત્ર હતો, નામ હતું અંશુમાન. તે ભલો, ભોળો, સમજુ અને શાંત હતો. પિતાના કોઈ અવગુણ તેનામાં ઊતર્યા નહોતા.

એક દિવસ રાજા સગરને વિચાર આવ્યો કે અસમંજસે જીવનમાં ઘણાં બધાં પાપ કર્યાં છે. પ્રાયશ્ચિત્તરૂપે તેણે એક યજ્ઞ કરવાનું નક્કી કર્યું. બ્રાહ્મણો પાસે વિધિ કરાવી. તેણે યજ્ઞના પ્રારંભ માટે ઘોડો છુટ્ટો મૂકી દીધો. ઇન્દ્રએ ઘોડાને દૈત્યનું રૂપ ધારણ કરી પકડીને છુપાવી દીધો. ઘોડો ગુમ થવાથી સગર આકુળ-વ્યાકુળ બની ગયો. સગરે તેના ૬૦,૦૦૦ પુત્રોને ઘોડો શોધવા માટે પૃથ્વી ખૂંદી વળવા મોકલી દીધા. ૬૦,૦૦૦ પુત્રો એમાં નિષ્ફળ રહ્યા ને વીલે મોઢે સગર પાસે પાછા આવ્યા. સગરનો ગુસ્સો આસમાને ગયો. સગરે તેમને તતડાવી નાખીને આખી પૃથ્વી હાથ વડે ખોદી-ખોતરી નાખવાનો હુકમ કર્યો. ૬૦,૦૦૦ પુત્રોએ હાથના નહોર વડે આખી પૃથ્વી ખોદી નાખી. ખોદતાં-ખોદતાં એ લોકોને પર્વત આકારની એક દિગજ્જ વ્યક્તિ દેખાઈ ગઈ, જેનું નામ વિરુપાક્ષ. વિરુપાક્ષે તેના માથા પર આખી પૃથ્વી ઉપાડી લીધી હતી અને પૃથ્વીની પૂર્વ દિશાનું તે રક્ષણ કરતો હતો. ૬૦ હજાર પુત્રોએ વિરુપાક્ષને વંદન કરી દક્ષિણ દિશા ખોદવાની શરૂ કરી. દક્ષિણ દિશામાં પણ આવી જ દિગ્ગજ વ્યક્તિનાં દર્શન થયાં, એટલું જ નહીં, ચારેય દિશા રક્ષિત દેખાઈ. પૂર્વ-ઉત્તર દિશામાં તો ભગવાન કપિલનાં દર્શન થયાં સાથોસાથ યજ્ઞનો ઘોડો પણ દેખાયો. ૬૦ હજાર પુત્રો ઘોડો જોઈને આનંદિત થઈ ગયા. હર્ષના માર્યા સંયમ ખોઈ બેઠા અને કપિલ ભગવાનને ચોર-લૂંટારા કહ્યા. ભગવાન કપિલે ક્રોધાયમાન થઈ એક મોટો ફૂંફાડો માર્યો, જેમાંથી મહાઅગ્નિ પ્રગટ્યો અને પલકવારમાં સગરના ૬૦,૦૦૦ પુત્રો ભસ્મીભૂત થઈ ગયા.

આ છે રઘુકૂળનો ઇતિહાસ

‘શ્રીરામ કા વંશજ હૂં
ગીતા હી મેરી ગાથા હૈ
છાતી ઠોક કે કહતા હૂં
ભારત હી મેરી માતા હૈ...

Tags :
Advertisement

.