Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓમિક્રોન સંક્રમણથી બચવા કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ જરૂરીઃ સ્ટડી

કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના નવા નવા વેરિઅન્ટ સતત સામે આવી રહ્યા છે. દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિઅન્ટ સતત ચિંતા વધારી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કિસ્સામાં, કોવિશિલ્ડ, કોવેક્સીન અને બંનેનું મિશ્રણ લેનારા લોકોમાં છ મહિના પછી એન્ટિબોડીનું સ્તર ઘટવાનું શરૂ થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV), પુણે દ્વારા à
ઓમિક્રોન સંક્રમણથી બચવા કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ જરૂરીઃ સ્ટડી
કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના નવા નવા વેરિઅન્ટ સતત સામે આવી રહ્યા છે. દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિઅન્ટ સતત ચિંતા વધારી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કિસ્સામાં, કોવિશિલ્ડ, કોવેક્સીન અને બંનેનું મિશ્રણ લેનારા લોકોમાં છ મહિના પછી એન્ટિબોડીનું સ્તર ઘટવાનું શરૂ થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV), પુણે દ્વારા કરવામાં આવેલા અભ્યાસ દ્વારા આ સંકેત આપવામાં આવ્યો છે. NIVના વૈજ્ઞાનિક ડો. પ્રજ્ઞા યાદવે જણાવ્યું હતું કે ડેલ્ટા અને અન્ય અન્ય વેરિઅન્ટના કિસ્સામાં પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ અને બીજા ડોઝમાં કોવેક્સીન આપવાથી સારા પરિણામો મળે છે.
અભ્યાસના પરિણામો જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં પ્રકાશિત થયા છે. અભ્યાસ હેઠળ વેક્સીનની અસરનું મૂલ્યાંકન ત્રણ કેટેગરીમાં કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ હેઠળના તમામ લોકો પર નજીકથી નજર રાખવામાં આવી હતી. અભ્યાસ દર્શાવે છે કે ઓમિક્રોનના કિસ્સામાં વેક્સિનની અસર છ મહિના પછી નબળી પડવા લાગી. જેના પરિણામે વેક્સિનેશન કરવાના સમયગાળામાં  ફેરફારની કરવાની જરૂર પડી શકે છે.
ત્રણ પ્રકારના જૂથ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. 18 વ્યક્તિઓનું જૂથ હતું જેમને યુપીમાં અજાણતામાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ અને કોવેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અન્ય બે જૂથોમાં 40 વ્યક્તિઓનો સમાવેશ થતો હતો, જેમાંથી દરેકને કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા હતા.
NIV વિજ્ઞાની ડૉ. પ્રજ્ઞા યાદવે જણાવ્યું હતું કે, ત્રણેય જૂથોની નજીકથી દેખરેખ રાખવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે જેમણે વિશિલ્ડનો પ્રથમ ડોઝ અને કોવેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે તે તમામ લોકોમાં  ડેલ્ટા અને અન્ય વેરિઅન્ટ સામે ખૂબ જ સારી એન્ટિબોડીઝ હતી. જ્યારે, જે લોકોને બન્ને કોવશિલ્ડ અથવા બંને કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે  તે લોકોમાં પ્રમાણમાં ઓછી એન્ટિબોડીઝ હતી. અત્યાર સુધીના અભ્યાસો દર્શાવે છે કે ઓમિક્રોનથી બચવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે.
Advertisement
Tags :
Advertisement

.