ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોડીનારના માલશ્રમ ગામે આખલાનો આતંક, 65 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા મોત

ગીર સોમનાથના કોડીનારના માલશ્રમ ગામે આખલાનો આતંક સામે આવ્યો છે. 10 લોકોને આખલાએ અડફેટે લીધા હતા.. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. આતંક મચાવી રહેલા આખલાને જોવા ટોળું ભેગુ થયું હતું. ગામ લોકો ના જણાવ્યા મુજબ આખલો સીધો જ જોતજોતાામાં...
07:24 PM Oct 04, 2023 IST | Vishal Dave

ગીર સોમનાથના કોડીનારના માલશ્રમ ગામે આખલાનો આતંક સામે આવ્યો છે. 10 લોકોને આખલાએ અડફેટે લીધા હતા.. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. આતંક મચાવી રહેલા આખલાને જોવા ટોળું ભેગુ થયું હતું.

ગામ લોકો ના જણાવ્યા મુજબ આખલો સીધો જ જોતજોતાામાં ટોળા સામે દોડ્યો અને ટોળા માં રહેલા 10 થી વધુ લોકોને હડફેટે લીધા..જેમાં 65 વર્ષીય વૃદ્ધને આખલાએ ઢીક મારતા વૃદ્ધ રસ્તા પર જ ઢળી પડ્યા હતા..

તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતું. આખલાને પકડવા ગામ આખ્ખાના યુવાનો એકઠા થયા અને મહા મહેનતે તેને કાબૂમાં લઇ બાંધી દેવાયો હતો.

Tags :
65-year-old manbullkilledKodinarMalshram village
Next Article