ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગુજરાતમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા, અમદાવાદમાં 19 કેસ, એક દર્દીનું મોત

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 19 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. રવિવારની સરખામણીમાં આજે સોમવારે કોરોના કેસમાં ભારે ઘટાડો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,171 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 131 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 32, અમદાવાદમાં 19, à
04:43 PM Sep 19, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 19 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. રવિવારની સરખામણીમાં આજે સોમવારે કોરોના કેસમાં ભારે ઘટાડો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,171 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. 

જ્યારે આજે કોરોનાથી 131 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 32, અમદાવાદમાં 19, વડોદરામાં 8, ગાંધીનગરમાં 3, સુરત જિલ્લામાં 3, આણંદમાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, વલસાડમાં 2, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, સાબરકાંઠામાં 1, રાજકોટ જિલ્લામાં 1 કેસ નોંધાયા છે.

જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે. આજે અમદાવાદના દર્દીનું મોત થયું હતુ. એકટિવ કેસોમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,170 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.

Tags :
19cases77newcasesAhmedabadcoronawerereportedGujaratGujaratFirst