Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લગતાં 70 ટ્વિટ, જાણો IPS હસમુખ પટેલની સક્રિયતા

પેપરલીક કાંડના પગલે રદ કરી દેવાયેલી જુનિયર ક્લાર્ક (junior Clerk Exam)ની પરીક્ષાને રવિવારે 9મી એપ્રિલે નિર્વિઘ્ને સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. પરીક્ષામાં 9 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. સમગ્ર કવાયતમાં પંચાયત પસંદગી મંડળના ચેરમેન આઇપીએસ હસમુખ પટેલ (IPS Hasmukh...
01:10 PM Apr 10, 2023 IST | Vipul Pandya
પેપરલીક કાંડના પગલે રદ કરી દેવાયેલી જુનિયર ક્લાર્ક (junior Clerk Exam)ની પરીક્ષાને રવિવારે 9મી એપ્રિલે નિર્વિઘ્ને સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. પરીક્ષામાં 9 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. સમગ્ર કવાયતમાં પંચાયત પસંદગી મંડળના ચેરમેન આઇપીએસ હસમુખ પટેલ (IPS Hasmukh Patel)ની સક્રિય ભૂમિકા જોવા મળી હતી અને તેમણે લીધેલા પગલાં અને નિર્ણયોના કારણે આજની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ હતી. આઇપીએસ હસમુખ પટેલ સફળતાપૂર્વક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે જાણીતા છે અને તેઓ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ સક્રિય રહીને ઉમેદવારોને સતત માર્ગદર્શન આપતા હોય છે. તેમણે પંચાયત પસંદગી મંડળના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લગતાં 70 ટ્વિટ કર્યા હતા અને ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું.
ચાર્જ સંભાળતાં હસમુખ પટેલે પોતાના નિર્ણયો લેવાની શરુઆત કરી
ગત જાન્યુઆરી માસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં રદ થયું હતું અને ત્યારબાદ આ પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે સરકારે આઇપીએસ હસમુખ પટેલને પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સુપરત કર્યો હતો. ચાર્જ સંભાળતાં જ બાહોશ અને કડક અધિકારી તરીકે જાણીતા હસમુખ પટેલે પોતાના નિર્ણયો લેવાની શરુઆત કરી દીધી હતી.
પહેલું ટ્વિટ 6 ફેબ્રુઆરીએ કર્યું
હસમુખ પટેલે આજે પરીક્ષા શરુ થઇ તે પૂર્વે સુધી પરીક્ષાને લગતાં 70 ટ્વિટ કર્યા હતા. તેમણે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લગતું પહેલું ટ્વિટ 6 ફેબ્રુઆરીએ કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે મે પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયરલ ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે...
ટ્વિટ કરીને ઉમેદવારોને લેવાયેલા નિર્ણયો અંગે સતત માહિતી આપતાં રહ્યા
ત્યારબાદ તેઓ સતત ટ્વિટ કરીને ઉમેદવારોને લેવાયેલા નિર્ણયો અંગે સતત માહિતી આપતાં રહ્યા હતા. તેમણે ઉમેદવારોને શુભકામના આપવાની સાથે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી તો તેમની કામગિરીને પણ બિરદાવી હતી.ઉમેદવારો કોલલેટર અને ઓળખપત્ર ની ખાતરી કરી લે તેવી અપિલ કરવાની સાથે જીલ્લા હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા હતા બાઇક પર જતા હોય તેમણે હેલ્મેટ પહેરાવા તેવી અપિલ પણ તેમણે કરી હતી તો સાથે ઉમેદવારોને માર્ગદર્શન આપતો વિડીયો પણ અપલોડ કર્યો હતો.
ટ્વિટ કરીને સેવાઓને પણ બિરદાવી
ઉપરાંત પોતાના ટ્વિટ દ્વારા તેમણે સ્થાનિક લોકોને પણ અપિલ કરી હતી કે ગામના કે જે તે પરીક્ષાકેન્દ્રની આસપાસના દુકાનદારો અને બસ સ્ટેશનનું પુછપરછ બુથ પણ ઉમેદવારોને સાચી માહિતી સહાનુભુતિપૂર્વક આપે. પોલીસ દ્વારા કરાયેલી સુવિધાને પણ તેમણે પોતાના ટ્વિટમાં બિરદાવી હતી.
પહેલી વખત પરીક્ષા કેન્દ્રો પર બોડી ઓન કેમરાનો ઉપયોગ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9 લાખ 53 હજાર કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યના 32 જિલ્લાઓમાં કુલ 3022 થી વધુ પરીક્ષા કેન્દ્રોના 31794 હજાર વધુ વર્ગ ખંડમાં આ પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષા માટે 7 હજાર વહીવટી કર્મચારીઓની સેવા લેવાઇ હતી. રાજ્યના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર 8 થી 9 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. તંત્ર દ્વારા 500 કરતા વધુ ફ્લાઇંગ સ્કોડ બનાવવામાં આવી હતી. આ વખતે પહેલી વખત પરીક્ષા કેન્દ્રો પર બોડી ઓન કેમરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આઇપીએસ હસમુખ પટેલના કારણે ફરી એક વાર સરકારની આબરું સચવાઇ
રવિવારે બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી એક કલાક સુધી પરીક્ષા યોજાઇ હતી. દરેક પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પરીક્ષા કેન્દ્રો પર સ્ટાફના પણ ફોન લઇ લેવાયા હતા અને વિદ્યાર્થીઓની બેગ પણ બહાર મુકાવી દેવાઇ હતી. આ વખતે પેપર ના ફૂંટે તેની ખાસ તકેદારી રખાઇ હતી. તે પહેલા સવારે 11 વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે પેપરને સુરક્ષીત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી લઇ જવાયા હતા. આઇપીએસ હસમુખ પટેલના કારણે ફરી એક વાર સરકારની આબરું સચવાઇ ગઇ હતી.
આ પણ વાંચો---રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિઘ્ને સંપન્ન, તંત્રને હાશકારો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article