કોરોનાએ ફરી વધારી ચિંતા, દેશમાં 20 હજારથી વધુ એક્ટિવ કેસ
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,805 નવા COVID-19 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનામાંથી 3,168 સાજા થયા છે.3,168 લોકો કોરોનાથી સાજા થયા બાદ રિકવરીનો આંકડો 4,25,54,416 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,87,544 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે બાદ કુલ ટેસ્ટિંગનો આંકડો પણ 84.03 કરોડ પર પહોંચી ગયો છે. દેશà
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,805 નવા COVID-19 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનામાંથી 3,168 સાજા થયા છે.
3,168 લોકો કોરોનાથી સાજા થયા બાદ રિકવરીનો આંકડો 4,25,54,416 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,87,544 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે બાદ કુલ ટેસ્ટિંગનો આંકડો પણ 84.03 કરોડ પર પહોંચી ગયો છે. દેશવ્યાપી વેક્સિનેશનઅભિયાન હેઠળ અત્યાર સુધીમાં 190.00 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 17,49,063 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
6 મેના રિપોર્ટમાં 3,545 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 27 દર્દીઓના મોત પણ થયા છે. હવે એક્ટિવ કેસ 20 હજારથી વધુ થયા છે. દેશમાં 20,303 એક્ટિવ કેસ છે જે કુલ સંક્ર્મણના 0.05 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 5,24,024 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
મે મહિના પહેલાના કેટલાક મહિનામાં દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને મોટી રાહત તરીકે જોવામાં આવી હતી. એટલા માટે મોટાભાગના રાજ્યોએ પણ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોએ ફરી એકવાર રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે.
Advertisement