રાજ્યમાં આજે 617 કોરોના કેસ નોંધાયા, 10 લોકોના મોત
રાજ્યમાં કોરોનાના હવે વળતા પાણી થયા છે. પાછલા કેટલાક દિવસોથી જે રીતે કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે પરથી એવું કહી શકાય કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હવે ઓસરી ગઇ છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં તો છેલ્લા ઘણા દિવસોથી દૈનિક સામે આવતા કોરોના કેસનો આંકડો 100ની અંદર ગયો છે. આ જ કારણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો દૂર કà
03:57 PM Feb 18, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં કોરોનાના હવે વળતા પાણી થયા છે. પાછલા કેટલાક દિવસોથી જે રીતે કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે પરથી એવું કહી શકાય કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હવે ઓસરી ગઇ છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં તો છેલ્લા ઘણા દિવસોથી દૈનિક સામે આવતા કોરોના કેસનો આંકડો 100ની અંદર ગયો છે. આ જ કારણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. જેમાં સરકારે રાજ્યની તમામ સાળા કોલેજો સંપૂર્ણ ઓફલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. તો નવી ગાઇડલાઇન પ્રમાણે હવે અમદાવાદ અને વડોદરા એમ બે શહેરમાં જ રાત્રિ કર્ફ્યુ રહેશે.
શુક્રવારે નવા 617 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસનો આંકડો માત્ર 617 છે. જ્યારે રાજ્યમાં 10 લોકોના કોરોનાાથી મોત થયા છે. જેની સાથે કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 10,838 પર પહોંચ્યો છે. કોરોનાથી સાજા થનારા લોકોની વાત કરીએ તો તે આંકડો 1885નો છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 12,02,089 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે રિકવરી રેટ એટલે કે કોરોનાથી સાજા થવાનો દર 98.56 ટકા પર પહોંચ્યો છે. શુક્રવારે સામે આવેલા આંકડાઓમાં કોરોના કેસ ઘટ્યા તે તો રાહતની વાત છે, પરંતુ સાથે જ મૃત્યુ આંકમાં જે ઘટાડો થયો તે મહત્વનુ છે.
રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ 100 કરતા વધારે કેસ
રાજ્યના મહાનગરોમં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો આજે સૌથી વધારે કોરોના કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય આજે માત્ર અમદાવાદ શહેરમાં જ 100 કરતા વધારે કેસ નોંધાયા છે, બાકી તમામ શહેરોમાં નવા નોંધાયેલા કેસનો આંક 100ની અંદર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 198, સુરતમાં 24, રાજકોટમાં 10, વડોદરા શહેરમાં 97, ગાંધીનગર શહેરમાં 16 અને ભાવનગર શહેરમાં 6 કેસ નોંધાયા છે.
અમદવાદ જિલ્લામાં સૌથ વધારે 204 કેસ
જિલ્લા પ્રમાણે કોરોના કેસમાં પણ અમદાવાદ મોખરે છે. અમદાવાદ જિલ્લામાં ગત 24 કલાકમાં 204 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 145, સુરત જિલ્લામાં 38 કેસ, ગાંધીનગર જિલ્લામાં 26, રાજકોટ જિલ્લામાં 29, ભાવનગર જિલ્લામાં 8, જૂનાગઢ જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 6, બનાસકાંઠામાં 46, પાટણમાં 23 કોરોના કેસ નોંધાયા છે. સૌથી ઓછા કેસ દ્વારકા, સોમનાથ, નર્મદા, અને સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો છે. આ ચારેય જિલ્લામાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો છે.
Next Article