Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં આજે કોરોના વાયરસના નોંધાયા 6,594 નવા કેસ, Recovery Rate 98.67 ટકા

દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં થયેલા વધારાએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. જોકે, આજે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં 6,594 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે પાછલા દિવસના 8,084 સંક્રમણ કરતા 18.4 ટકા ઓછા છે.કોવિડના વધતા કેસને ધ્યાનમાં રાખીને, બેંગલુરુમાં જાહેર સ્થળોએ માસ્ક પહ
દેશમાં આજે કોરોના વાયરસના નોંધાયા 6 594 નવા કેસ  recovery rate 98 67 ટકા
દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં થયેલા વધારાએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. જોકે, આજે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં 6,594 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે પાછલા દિવસના 8,084 સંક્રમણ કરતા 18.4 ટકા ઓછા છે.
કોવિડના વધતા કેસને ધ્યાનમાં રાખીને, બેંગલુરુમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વળી આવનારા દિવસમાં જો કોરોનાના કેસ આવી જ રીતે વધતા રહેશે તો માસ્ક તમામ રાજ્યોમાં ફરજિયાત થઇ શકે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દર્દીઓને રજા આપવામાં આવતા દેશમાં એકંદર રિકવરી રેટ વધીને લગભગ 98.67 ટકા થયો છે અને કુલ રિકવરી ડેટા 4,26,61,370 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટાએ આજે ​​દર્શાવ્યું છે કે ભારતમાં COVID-19 ના કુલ સક્રિય કેસ વધીને 50,548 થઈ ગયા છે. 
Advertisement

મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.10 ટકાનો સમાવેશ થાય છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 13 જૂન સુધીમાં કોવિડ-19 માટે 85.54 કરોડથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી સોમવારે 3,21,873 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.