ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં પહેલીવાર 51 કુંડી બગલામુખી મહાયજ્ઞ

"कलौ चन्डि विनायकौ"  કલિયુગમાં,  જીવન માં આવતી મુશ્કેલીઓ, અવરોધો અને આર્થિક તંગી નિવારવા માટે  તથા સુખ શાંતિ અને સમૃધ્ધિ મેળવવા માટે ગણપતિ બાપા ની ઉપાસના અથવા માતાજીની આરાધના ચોક્કસ સફળતા આપે છે. માતાજીના ઘણાં સ્વરૂપ છે, જેમ કે... ગાયત્રી માતા,...
01:46 PM Dec 21, 2023 IST | Kanu Jani

"कलौ चन्डि विनायकौ"  કલિયુગમાં,  જીવન માં આવતી મુશ્કેલીઓ, અવરોધો અને આર્થિક તંગી નિવારવા માટે  તથા સુખ શાંતિ અને સમૃધ્ધિ મેળવવા માટે ગણપતિ બાપા ની ઉપાસના અથવા માતાજીની આરાધના ચોક્કસ સફળતા આપે છે.

માતાજીના ઘણાં સ્વરૂપ છે, જેમ કે... ગાયત્રી માતા, મહાકાળી, અંબાજી.. નવ દુર્ગા... દશ મહાવિદ્યા આદિ.  આ દશ "મહાવિદ્યા" માં  "પીતાંબરા (બગલામુખી)"  ખૂબજ શક્તિશાળી અને પોતાના સાધકોનું રક્ષણ કરે છે.

ઉત્તર ભારતમાં, દિલ્હી જોધપુર, હિમાચલ માં, બિહાર બંગાળ કલકત્તા આસામ અને દક્ષિણમાં બેંગ્લોર ચિનાઈ કેરલ વિગેરે સ્થળોએ માતાજીની સાધના આરાધના થઈ રહી છે. પરંતુ ગુજરાતમાં  માતાજીની ઉત્પત્તિ થઈ હોવા છતાં, પ્રચાર ઓછો છે. આથી, ગુજરાતમાં લોકોના સુખ સમૃદ્ધિ અને વિશેષ કરીને સંરક્ષણ માટે તથા કોર્ટ કચેરીના મામલે સફળતા માટે, વિરોધી લોકોને શાંત કરવા, ભારતમાં શાંતિ અને સ્થિરતા માટે અદ્ભુત અને અભૂતપૂર્વ... 51 કુંડી બગલામુખી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.

દિનાંક...રવિવાર 24 ડિસેમ્બર 2023  માગશર સુદ તેરશ (વિક્રમ સંવત 2080)

સ્થળ... અંબાજી મંદિર - તળાવ પાસે, સોલા ગામ, (સાયન્સ સિટી) -અમદાવાદ..

Tags :
પીતાંબરા
Next Article
Home Shorts Stories Videos