Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આજે 420 નવા કોરોના કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 2463 પર પહોંચ્યો

રાજ્યમાં નવા કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ મહિનાની શરુઆતથી જ કોરોનાન નવા કેસ વધવાનું શરુ થયું છે. જે સિલસિલો હજુ પણ યથાવત છે.  છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં કોરોનાવાયરસના નવા 420 કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં 420 કેસરાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 420 કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય ગત 24 કલાકની અંદર 256 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. વર્તમા
રાજ્યમાં આજે 420 નવા કોરોના કેસ નોંધાયા  એક્ટિવ કેસનો આંકડો 2463 પર પહોંચ્યો
રાજ્યમાં નવા કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ મહિનાની શરુઆતથી જ કોરોનાન નવા કેસ વધવાનું શરુ થયું છે. જે સિલસિલો હજુ પણ યથાવત છે.  છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં કોરોનાવાયરસના નવા 420 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 420 કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 420 કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય ગત 24 કલાકની અંદર 256 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. વર્તમાન સમયે રાજ્યનો રિકવરી રેટ 98.91 ટકા છે. તો આજે સાંજ સુધીમાં કુલ 9488 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે નોંધાયેલા નવા કેસ સાથે જ  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2463 થઇ છે. જેમાંથી બે લોકો ગભીર છે જેમની વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં સૌથી વધારે કેસ
આજે પણ રાજ્યમાં સૌથી વધારે કોરોના કેસ અમદાવાદ શહેરમાં નોંધાય છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના 156 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 79 અને વડોદરા શહેરમાં 59 કેસ નોંધાયા છે. તો મહેસાણા શહેરમાં 17 કેસ જ્યારે ગાંધીનગરમાં 14 કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય ભાવનગર શહેરમાં 5, જામનગર શહેરમાં 3, અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 9 કેસ નોંધાયા છે.
Advertisement
Tags :
Advertisement

.