રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 305 કેસ, 5 લોકોના મોત
ગુજરાતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર હવે શાંત થઇ છે. દરરોજ સામે આવતા નવા કેસ પરથી આ વાત કહી શકાય છે. આમ જોવા જઇએ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં આવી સ્થિતિ છે. નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમાં પણ ગુજરાતમાં તો હવે કોરોના કેસનો આંકડો 400ની પણ અંદર ગયો છે. જેથી હવ રાજ્ય સરકાર દ્વારા પણ મોટાભાગના કોરોના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.બુધવારે નવા 305 કેસરાજ્ય સરકાર દ્વારા જાà
Advertisement
ગુજરાતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર હવે શાંત થઇ છે. દરરોજ સામે આવતા નવા કેસ પરથી આ વાત કહી શકાય છે. આમ જોવા જઇએ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં આવી સ્થિતિ છે. નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમાં પણ ગુજરાતમાં તો હવે કોરોના કેસનો આંકડો 400ની પણ અંદર ગયો છે. જેથી હવ રાજ્ય સરકાર દ્વારા પણ મોટાભાગના કોરોના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.
બુધવારે નવા 305 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસનો આંકડો માત્ર 305 છે. જેની સામે આ 24 કલાકમાં કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. જેની સાથે કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 10,911 પર પહોંચ્યો છે. કોરોનાથી સાજા થનારા લોકોની વાત કરીએ તો ગત 24 કલાકમાં 839 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 12,07,284 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. રાજ્યમાં અત્યારે રિકવરી રેટ એટલે કે કોરોનાથી સાજા થવાનો દર 98.83 ટકા નોંધાયો છે. કોરોના કેસની સાતે જ ઉત્તરોતર મૃત્યુની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યારે 386 એક્ટિવ કેસ છે. જેમાં 33 દર્દીઓ વેન્ટિલેટર પર અને 3353 દર્દી સ્ટેબલ છે.
રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ 100 કરતા વધારે કેસ
રાજ્યના મહાનગરોમં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો આજે સૌથી વધારે કોરોના કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય આજે માત્ર અમદાવાદ શહેરમાં જ 100 કરતા વધારે કેસ નોંધાયા છે, બાકી તમામ શહેરોમાં નવા નોંધાયેલા કેસનો આંક 100ની અંદર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 120, સુરતમાં 8, રાજકોટમાં 7, વડોદરા શહેરમાં 40, ગાંધીનગર શહેરમાં 10 અને ભાવનગર શહેરમાં 1 કેસ નોંધાયા છે.
અમદવાદ જિલ્લામાં સૌથી વધારે 123 કેસ
જિલ્લા પ્રમાણે કોરોના કેસમાં પણ અમદાવાદ મોખરે છે. અમદાવાદ જિલ્લામાં ગત 24 કલાકમાં 123 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 69, સુરત જિલ્લામાં 17 કેસ, ગાંધીનગર જિલ્લામાં 17, રાજકોટ જિલ્લામાં 8 , ભાવનગર જિલ્લામાં 1, જામનગર જિલ્લામાં 1 ,બનાસકાંઠામાં 17 કોરોના કેસ નોંધાયા છે. આજે જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં એક પણ નવો કેસ નથી નોંધાયો.