દેશમાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 3,377 લોકો થયા સંક્રમિત
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 3377 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતા 2.2 ટકા વધુ છે. દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,72,176 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 60 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 5,23,753 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે. હાલમાં દેશભરમાં એક્ટિવ કેસની àª
04:20 AM Apr 29, 2022 IST
|
Vipul Pandya
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 3377 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતા 2.2 ટકા વધુ છે. દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,72,176 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 60 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 5,23,753 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે.
હાલમાં દેશભરમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 17 હજારથી વધી ચુકી છે. દેશભરમાં 17,801 લોકો સંક્રમિત છે. એક્ટિવ કેસ કુલ કેસના 0.04 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2,496 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4,25, 30,622 લોકોએ આ મહામારીને માત આપી છે.
દેશમાં ડેઇલી પોઝીટીવીટી રેટ હવે વધીને 0.71 ટકા થઈ ગયો છે. વીકલી પોઝીટીવીટી રેટ પણ વધીને 0.63 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 83.69 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 4,73,635 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં દેશવ્યાપી વેક્સિનેશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 188.65 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં વેક્સિનના કુલ 22,80,743 ડોઝ આપવામાં આવ્યા છે.
Next Article