Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં કોવિડના સંક્ર્મણમાં ચિંતાજનક વધારો, 24 કલાકમાં 3303 લોકો થયા સંક્રમિત

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 3303 નવા કેસ નોંધાયા છે. આ આંકડો ગઈકાલ કરતાં 12.8 ટકા વધુ છે. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,68,799 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 39 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5,23,693 લોકોના મોત થયા છે. આજે મૃત્યુઆંકમાં, કેરળના 26 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.કેન્દ્રીય સ
04:07 AM Apr 28, 2022 IST | Vipul Pandya
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 3303 નવા કેસ નોંધાયા છે. આ આંકડો ગઈકાલ કરતાં 12.8 ટકા વધુ છે. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,68,799 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 39 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5,23,693 લોકોના મોત થયા છે. આજે મૃત્યુઆંકમાં, કેરળના 26 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં દેશભરમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 17 હજારની નજીક પહોંચી ગઈ છે. હાલમાં, દેશભરમાં 16,980 સક્રિય કેસ નોંધાયા છે. સક્રિય કેસ કુલ ચેપના 0.04 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2,563 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4,25,28,126 લોકોએ આ મહામારીને માત આપી છે.
જાન્યુઆરી 2021માં શરુ થયેલ વેક્સિનેશન અભિયાન હેઠળ ભારતમાં અત્યાર સુધીમાં 1,88,40,75,453   વેસક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19,53,437 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 
Tags :
CoronacovidCovid19GujaratFirst
Next Article