દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,675 લોકો થયા સંક્રમિત, 31 લોકોએ ગુમાવ્યો જીવ
ભારતમાં દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,675 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,31,40,068 પર પહોંચી ગઈ છે. ગઈકાલની સરખામણીમાં કોરોનાના દૈનિક કેસોમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના 2022 કેસ નોંધાયા હતા. કોવિડ -19ને કારણે છેલ્લા 24 કલાકમાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક્ટિવ કેસોમાàª
ભારતમાં દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,675 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,31,40,068 પર પહોંચી ગઈ છે. ગઈકાલની સરખામણીમાં કોરોનાના દૈનિક કેસોમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના 2022 કેસ નોંધાયા હતા. કોવિડ -19ને કારણે છેલ્લા 24 કલાકમાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે.
Advertisement
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક્ટિવ કેસોમાં માત્ર 9નો વધારો થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14,841 થઈ ગઈ છે. આ કુલ કેસના 0.03 ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 5,24,490 લોકોના મૃત્યુ થયા છે.
કોવિડ-19 સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. 24 કલાક દરમિયાન 1,635 લોકો કોરોનાથી સાજા થયા છે. સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,26,00,737 થઈ ગઈ છે.
દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત દેશમાં સતત વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,76,878 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,92,52, 70,955 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.