Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આજે 234 કોરોના કેસ નોંધાયા, લગભગ ત્રણ મહિના બાદ એક્ટિવ કેસ 1250થી વધુ

છેલ્લા થોડા સમયથી દૈનિક સાનમે આવતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. જેમાં આજે પણ વધારો નોંધાયો છે. રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના નવા 234 કેસ નોંધાયા છે. જો કે કોરોનાના કારણે આજે કોઇનું મોત નથી થયું. તો બીજી તરફ આજે 154 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. ઉપરાંત આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 55,865 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.એક્ટિવ કેસનો આંક 1261 પર પહોંચ્યોરાજ્યનà
રાજ્યમાં આજે 234 કોરોના કેસ નોંધાયા  લગભગ ત્રણ મહિના બાદ એક્ટિવ કેસ 1250થી વધુ
છેલ્લા થોડા સમયથી દૈનિક સાનમે આવતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. જેમાં આજે પણ વધારો નોંધાયો છે. રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના નવા 234 કેસ નોંધાયા છે. જો કે કોરોનાના કારણે આજે કોઇનું મોત નથી થયું. તો બીજી તરફ આજે 154 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. ઉપરાંત આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 55,865 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
એક્ટિવ કેસનો આંક 1261 પર પહોંચ્યો
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આજે નવા નોંધાયેલા 234 કોરોના કેસ સાથે એક્ટિવ કેસ 1261 થયા છે. જેમાંથી 1255 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 6 લોકો એવા છે કે જેઓ હાલ વેન્ટીલેટર પર છે. એટલે કે તેમની સ્થિતિ ગંભીર છે. લગભગ સાડા ત્રણ મહિના બાદ એક્ટિવ કેસનો આંક ફરી વખત 1250 થયો છે. છેલ્લા 3 માર્ચના દિવસે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 1250 હતા. સાડા ત્રણ મહિના બાદ આજે એક્ટિવ કેસ 1250 કરતા વધ્યા છે. 
સૌથી વધુ કેસ અમદાવાદમાં
છેલ્લા ઘણા દિવસોની માફક આજે પણ અમદાવાદ શહેરમાં સૌથી વધારે 128 કોરોના કેસ નોંધાયા છે. તો અમદાવાદ ગ્રામ્યની અંદર પણ 2 કેસ નોંધાયા છે. એટલે કે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આજે કુલ 130 કેસ નોંધાયા છે. જે રાજ્યમાં સૌથી વધારે છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 31, વડોદર જિલ્લામાં 25, ભાવનગરમાં 13, વલસાડમાં 7 ભરુચમાં 4, ગાંધીનગરમાં 4, જામનગરમાં 3, રાજકોટમાં 4 કેસ નોંધાયા છે. 
Advertisement
Tags :
Advertisement

.