Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,022 લોકો કોરોનાથી થયા સંક્રમિત, 46 દર્દીઓના થયા મૃત્યુ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,022 નવા કેસ નોંધાયા છે અને 46 લોકોના મોત થયા છે.  2,099 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ સંક્રમિત દર્દીઓમાંથી 0.03 ટકા એટલેકે, 14,832 લોકો હજુ સંક્રમિત છે એટલે કે એક્ટિવ કેસ છે. જયારે 98.75 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ  થઇ ચુક્યા છે એટલેકે 4,25,99,102  લોકો સાજા થયા છે. કુલ 5,24,459 કો
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 022 લોકો કોરોનાથી થયા સંક્રમિત  46 દર્દીઓના થયા મૃત્યુ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,022 નવા કેસ નોંધાયા છે અને 46 લોકોના મોત થયા છે.  2,099 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ સંક્રમિત દર્દીઓમાંથી 0.03 ટકા એટલેકે, 14,832 લોકો હજુ સંક્રમિત છે એટલે કે એક્ટિવ કેસ છે. જયારે 98.75 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ  થઇ ચુક્યા છે એટલેકે 4,25,99,102  લોકો સાજા થયા છે. કુલ 5,24,459 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. એટલેકે કુલ સંક્રમિતના 1.22 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. પોઝીટીવીટી રેટ 0.69 ટકા છે.
કોરોના વાઇરસના સંક્ર્મણને અટકાવવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં 8,81,668 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધી 1,92,38,45,615 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.