Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકો થયા સંક્રમિત

ભારતમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,527 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 દર્દોઓના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 15,079 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,656 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. દેશમાં હાલમાં રિકવરી રેટ 98.75% છે.  લોકોને અત્યાર સુધીમાં 187.46 કરોડ
ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું  છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકો થયા સંક્રમિત
ભારતમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,527 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 દર્દોઓના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 15,079 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,656 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. દેશમાં હાલમાં રિકવરી રેટ 98.75% છે.  લોકોને અત્યાર સુધીમાં 187.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં 4,25,17,724 લોકોએ કોરોનાને હરાવ્યો છે. 5 લાખ કરતા વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં 5,22,149 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19,13,296 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે જયારે અત્યાર સુધીમાં 1,87,46,72,536 વેસિનના ડોઝ આપવામાં આવ્યા છે. 
દેશની રાજધાનીમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. શુક્રવારે દિલ્હીમાં એક હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.દિલ્હીમાં પોઝીટીવીટી રેટ  4.64 ટકા પર પહોંચી ગયો છે.દિલ્હીમાં કોરોનાના કેસ છેલ્લા અઢી મહિનામાં સૌથી વધુ નોંધાયા છે. દિલ્હીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા એક હજાર થી વધુ છે. રાજધાનીમાં  છેલ્લા 24 કલાક દરમિયાન 1042 નવા કોરોના કેસ સામે આવ્યા છે, 10 ફેબ્રુઆરી પછી રાજધાનીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ, 10 ફેબ્રુઆરી 2022ના રોજ, 1104 કેસ નોંધાયા હતા, આજે પોઝીટીવીટી રેટ 4.64 ટકા છે. એક્ટિવ કેસની  સંખ્યા વધીને 3253 થઈ ગઈ છે. 
Advertisement
Tags :
Advertisement

.