ગુજરાતમાં કોરોનાના નવા 214 કેસ નોંધાયા, અમદાવાદમાં 67 કેસ, એક દર્દીનું મોત
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 214 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 216 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું છે . આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1340 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1336Â
03:38 PM Sep 06, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 214 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 216 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું છે . આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1340 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1336 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,59,035 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,017 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 67 કેસ નોંધાયા છે, વડોદરા કોર્પોરેશનમાં 20, સુરત કોર્પોરેશન 41, સુરેન્દ્રનગર 01, રાજકોટ કોર્પોરેશન 07, વલસાડ 09 , સુરત 07, ગાંધીનગર કોર્પોરેશન 04, નવસારી 05,રાજકોટ 03, કચ્છ 3, પંચમહાલ 02, વડોદરા 06, અમદાવાદ 1, ભરૂચ 04,ગાંધીનગર 07, સુરેન્દ્રનગર 1,આણંદ 01 , પાટણ05 , પંચમહાલ 02 , જામનગર 04 , કચ્છ 03 , બનાસકાંઠા 10 કુલ 214 કેસ નોંધાયા છે.
Next Article