Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,323 લોકો થયા સંક્રમિત, 25 દર્દીઓના થયા મૃત્યુ

ભારતમાં ફરી એકવાર કોરોનાના બે હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2,323 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 25 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,346 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. કોરોનાના એક્ટિવ  કેસ ઘટીને 15 હજારથી ઓછા થઈ ગયા છે.કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4,31,34,145 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5,24,348 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4, 25 ,94,000 લોકો સાજા પણ થયા છે. દ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2 323 લોકો થયા સંક્રમિત  25 દર્દીઓના થયા મૃત્યુ
ભારતમાં ફરી એકવાર કોરોનાના બે હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2,323 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 25 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,346 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. કોરોનાના એક્ટિવ  કેસ ઘટીને 15 હજારથી ઓછા થઈ ગયા છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4,31,34,145 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5,24,348 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4, 25 ,94,000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 14,996 છે. હજુ પણ ઘણા લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે.
20 મે, 2022 સુધી દેશભરમાં કોરોના વેક્સિનના  192,12,96,000 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 15.32 લાખ રસી આપવામાં આવી હતી. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અનુસાર અત્યાર સુધીમાં લગભગ 84.63 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4.99 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.22 ટકા છે જ્યારે રિકવરી રેટ 98.75 ટકા છે. સક્રિય કેસ 0.03 ટકા છે. કોરોના એક્ટિવ કેસની બાબતમાં ભારત હવે વિશ્વમાં 58માં સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલ પછી ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.
Advertisement
Tags :
Advertisement

.