Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,259 લોકો થયા સંક્રમિત, 20 લોકોના થયા મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2259 કેસ નોંધાયા છે. જો કે આ આંકડો ગઈ કાલ કરતા ઓછો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 20 દર્દીઓના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,614 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી  4,31,31,822 દર્દીઓ સંક્રમિત થયા છે. દેશના 5 રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ મળી આવ્યા છે. તેમાં દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને યુપી છે.  રાજધાની દિલ્હીમાં કોરોનાનàª
04:51 AM May 20, 2022 IST | Vipul Pandya
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2259 કેસ નોંધાયા છે. જો કે આ આંકડો ગઈ કાલ કરતા ઓછો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 20 દર્દીઓના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,614 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. 
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી  4,31,31,822 દર્દીઓ સંક્રમિત થયા છે. દેશના 5 રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ મળી આવ્યા છે. તેમાં દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને યુપી છે.  રાજધાની દિલ્હીમાં કોરોનાના 520 દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે કેરળમાં 501 કેસ, મહારાષ્ટ્રમાં 316 કેસ, હરિયાણામાં 267 અને યુપીમાં 129 કેસ નોંધાયા છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમણના 98.75 ટકા લોકો કોરોનાથી સાજા થયા છે એટલે કે 4,25,92,455 લોકોએ કોરોનાને હરાવ્યો છે.  દેશમાં કોરોનાથી 5,24,323 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે એટલે કે કુલ સંક્ર્મણના 1.22 ટકા લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં અત્યારે 15,044 લોકો હજુ સંક્રમિત છે એટલેકે 0.03 ટકા એક્ટિવ કેસ છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,12,766 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે જયારે અત્યાર સુધીમાં 1,91,96,32,518 વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે.    
Tags :
CoronaCoronaUpdatecovidDailyCoronaUpdateGujaratFirst
Next Article