Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં કોરોનાના નવા 196 કેસ નોંધાયા, અમદાવાદમાં 48 કેસ, એક દર્દીનું મોત

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 196 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 184 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું . આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1364 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1359 દર્દીàª
રાજ્યમાં કોરોનાના નવા 196 કેસ નોંધાયા  અમદાવાદમાં  48  કેસ  એક દર્દીનું મોત
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 196 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 184 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું . આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1364 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1359 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,59,401 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,018 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો સુરતમાં 49, અમદાવાદમાં(Ahmedabad)48,વડોદરામાં 20, સુરત જિલ્લામાં 09, રાજકોટ જિલ્લામાં 08, રાજકોટમાં 08, બનાસકાંઠામાં 06, મહેસાણામાં 06, નવસારીમાં 06, પોરબંદરમાં 06, વલસાડમાં 06, પાટણમાં 04, આણંદમાં 03, વડોદરામાં 03, અમરેલીમાં 02, ભાવનગરમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, સાબરકાંઠામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, ભરૂચમાં 01, દાહોદમાં 01, અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે.
Advertisement
Tags :
Advertisement

.