Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો : પોઝિટીવ કેસ 29.2 ટકા વધ્યાં

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં કોવિડ-19ના નવા કેસોમાં 29.2 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,364 નવા કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં ચેપને કારણે 10 લોકોના મોત થયા છે. 2582 લોકો કોરોનાથી સાજા થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,71,603 લોકોને વેક્સીન આપવામાં આવી છે.ભારતભરમાં શરુ થયેલ વેક્સિનેશન અભિયાનમાં અત્યારસુધી 1,91,79,96,905 વà«
દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો   પોઝિટીવ કેસ 29 2 ટકા વધ્યાં
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં કોવિડ-19ના નવા કેસોમાં 29.2 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,364 નવા કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં ચેપને કારણે 10 લોકોના મોત થયા છે. 2582 લોકો કોરોનાથી સાજા થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,71,603 લોકોને વેક્સીન આપવામાં આવી છે.
ભારતભરમાં શરુ થયેલ વેક્સિનેશન અભિયાનમાં અત્યારસુધી 1,91,79,96,905 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હજુ 15,419 એક્ટિવ કેસ છે. 4,25,89,841 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં 5,24,303 લોકોના કોરોનાથી અવસાન થયા છે.  
ભારતમાં થયેલા કુલ સંક્રમણના 0.04 ટકા લોકો હજુ સંક્રમિત છે જયારે 98.75 ટકા લોકો કોરોનાથી સાજા થયા છે. 1.22 ટકા લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 
Advertisement
Tags :
Advertisement

.