Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આજે કોરોના વાયરસના 184 નવા કેસ, એક વ્યક્તિનું મોત

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક સામે આવતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો થઇ રહ્યો છે. તેમાં પણ મુંબઇ અને દિલ્હી જેવા રાજ્યોમાં જે સ્પીડે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે તેને જોતા ચિંતામાં વધારો થયો છે. તો ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ છેલ્લા થોડા સમયથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે સિલસિલો આજે પણ યથાવત છે.24 કલાકમાં 184 કેસરાજ્યના સ્વાસà«
રાજ્યમાં આજે કોરોના વાયરસના 184 નવા કેસ  એક વ્યક્તિનું મોત
દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક સામે આવતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો થઇ રહ્યો છે. તેમાં પણ મુંબઇ અને દિલ્હી જેવા રાજ્યોમાં જે સ્પીડે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે તેને જોતા ચિંતામાં વધારો થયો છે. તો ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ છેલ્લા થોડા સમયથી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે સિલસિલો આજે પણ યથાવત છે.
24 કલાકમાં 184 કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોનાના નવા 184 કેસ નોંધાયા છે. આ સિવાય એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત પણ થયું છે. છેલ્લા ત્રણેક મહિનાથી રાજ્યમાં ત્રણથી ચાર અપવાદ બાદ કરતા કોરોનાના કારણે મોત નથી થઇ રહ્યા. તેવામાં હાલમાં જ આ બીજી વખત છે કે જ્યારે કોરોનાના કારણે મોત નોંધાયું છે. આ સિવાય રાજ્યમાં આજે 112 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. તો આ તરફ આજે નવા નોંધાયેલા કેસ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 991 સુધી પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિ વેન્ટીલેટર પર છે.
સૌથી વધારે કેસ અમદાવાદમાં
છેલ્લા ઘણા દિવસોની માફક આજે પણ સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. 91 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી મોખરે છે. ત્યારબાદ વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 16, રાજકોટ શહેરમાં 10 અને ગાંધીનગર શહેરમાં 7 નવી કેસ નોંધાયા છે. આ જ રીતે જો જિલ્લાની વાત કરીએ તો 94 કેસ સાથે અમદાવાદ તેમાં પણ મોખરે છે. ત્યારબાદ વડોદરામાં 18, સુરતમાં 20, રાજકોટમાં 13, ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે. આ સિવાય રાજ્યના 13 જિલ્લા એવા છે, જ્યાં પાંચ કરતા ઓછા કેસ નોંધાયા છે.
Advertisement
Tags :
Advertisement

.